Mitron App ભારતીય નહીં પણ પાકિસ્તાનની બનાવટ, પાક.ડેવલપર પાસેથી 2500 રૂપિયામાં સોર્સ કોડ ખરીદી શકાય, હેક થવાનો પણ ખતરો
છેલ્લા કેટલાક સમયથી ચીન ની બનાવટની વસ્તુઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ચીની બનાવટની ટોપ એપ્લિકેશન ગણાતી ટીકટોક એપ નો પણ વિરોધ થઇ રહ્યો છે. લોકો ગુગલ પ્લે સ્ટોર પર જઈને ટિકટોક એપને 1 સ્ટાર રેટિંગ આપીને ફોનમાંથી ડીલીટ કરી રહયા છે. ટિક્ટોકના વિરોધ વચ્ચે Mitron નામની ટીકટોક જેવી જ એક એપ્લિકેશન ભારે ચર્ચામાં આવી છે. ભારતીય બનાવટની કહેવાતી ટીકટોક જેવી એપ્લિકેશન ગણતરીના દિવસોમાં જ લાખો લોકોએ ડાઉનલોડ કરી લીધી છે.
પરંતુ Mitron એપ્લિકેશન મામલે મોટો ખુલાસો થયો છે. આ એપ ભારતીય નહીં પરંતુ પાકિસ્તાની બનાવટની છે.આની મૂળ એપ્લિકેશન પાકિસ્તાન ની ડેવલપર કંપની Qboxus એ બનાવી છે. ડેવલપર કંપની પોતાનો સોર્સ કોડ 34 ડોલર એટલે કે લગભગ 2500 રૂપિયામાં વેચી રહી છે. જો કે લોકો આ એપને ભારતીય બનાવટની સમજીને ડાઉનલોડ કરી રહયા છે.
પાકિસ્તાની ડેવલપરે કહ્યું કે અમારી મૂળ એપ Tictic ને Mitron ના નિર્માતાએ 34 ડોલર એટલે કે 2500 રૂપિયામાં ખરીદી છે. કોઈ પણ વ્યક્તિ આ એપનો સોર્સ કોડ ખરીદી શકે છે.ડેવલપરે કહ્યું કે અત્યારસુધીમાં 277 લોકોએ આ એપ નો સોર્સ કોડ ખરીદ્યો છે.ખરીદી ને તેઓ એપમાં બદલાવ કરતા હોય છે.તેમણે કહ્યું કે, ખરીદીને ડેવલપૂર્વ જે કર્યું તેનો અમને વાંધો નથી.તેમણે સોર્સ કોડ માટે અમને પૈસા આપ્યા છે અને કોડનો ઉપયોગ કર્યો છે.પણ લોકો તેને ભારતીય બનાવટની એપ કહે છે તે સત્ય નથી કેમ કે ડેવલપરે કોર્ડ ખરીદીને એપમાં કોઈ બદલાવ કર્યો નથી.
Mitron એપ બનાવનાર કોઈ IIT નો વિદ્યાર્થી હોવાના અહેવાલો સામેં આવ્યા હતા પણ તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. એપમાં કોઈ પ્રાઇવસી પોલિસી પણ નથી.એટલે જે લોકો વિડીયો અપલોડ કરે છે તેમના ડેટા સાથે શું થાય તે કોઈ જાણતું નથી. લોકો રીવ્યુમાં પણ એપ અંગે ભૂલો કાઢી રહયા છે અને એપ સરખી કામ કરતી ન હોવાનું જણાવી રહયા છે.