AhmedabadGujaratIndia

જો તમે અમદાવાદ બાજુ જાઓ તો જમવા માટે આ પંજાબી ઢાબામાં એકવાર અવશ્ય મુલાકાત લો,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું અમદાવાદના એક એવા ઢાબાની,જ્યાં દૂધમાં બનતું શાક અને દાલ મખની ખાવા લોકો દૂર-દૂરથી આવે છે.જો આપણે આ ઢાબાના સરનામાની વાત કરીએ તો નારોલ-અસલાલી હાઇવે પર અસલાલી ચાર રસ્તા આવે એ પહેલા સર્વિસ રોડ પર આ પંજાબી ઢાબા આવેલ છે.આ ઢાબાનું નામ બાબા દીપ સિંહ પંજાબી ઢાબા છે.

આ ઢાબાના માલિકનું નામ બલદીપસિંઘ છે,જેઓ 20 -22 વર્ષથી સંભાળી રહ્યા છે.આ ઢાબા પર દાલ મખની જે 150 રૂપિયામાં મળે છે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.લોકો દૂર દૂરથી ખાવા આવે છે.આ ઢાબાનો સમય જોઈએ તો 11.00 AM to 04.00 PM અને 07.00 PM to 12.00 AM સુધીનો છે.

જો તમે અમદાવાદમાં રહેતા હોય અથવા અમદાવાદ બાજુ જાઓ તો આ ઢાબા પર દાલ મખની ખાવા એકવાર અવશ્ય જાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.