India

આ તે કેવો ન્યાય? ટિકિટ વગર ટ્રેનમાં સફર કરવાવાળા વ્યક્તિને લાતો મારીને કરવામાં આવી ધુલાઈ

ભારતીય ટ્રેનને આપણા દેશની ધડકન કહેવામાં આવે છે. તેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે. ઘણીવાર અમુક મજબુર લોકો ટિકિટ વગર મુસાફરી કરતા હોય છે. જયારે કોઈને ટિકિટ વગર પકડવામાં આવે છે તો તે વ્યક્તિ ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો તેમને દંડ આપવામાં આવે છે. પણ કેરળમાં એક એવી બાબત સામે આવી છે જ્યાં ત્યાં હાજર એક પોલીસકર્મીએ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી રહેલ એક વ્યક્તિને લાતો મારીને ખુબ માર્યું હતું. આ ઘટનાને રિલેટેડ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ શેર થઇ રહ્યો છે. આ વિડિઓ જોઈને લોકો તે વ્યક્તિ ઉપર ખુબ આક્રોશ જાહેર કરી રહ્યા છે.

વાસ્તવમાં આ ક્રૂર કિસ્સો રવિવારે માવેલી એક્સપ્રેસ ટ્રેનમાં બન્યો હતો. ASI અને અન્ય એક પોલીસકર્મી કન્નુરથી ટ્રેનમાં ચડ્યા. આ દરમિયાન તેઓએ મુસાફરોની ટિકિટ ચેક કરવાનું શરૂ કર્યું. પછી તેની નજર પીડિતા પર પડી. તેમને શંકા હતી કે તેની પાસે ટિકિટ નથી. પોલીસનો દાવો છે કે આ વ્યક્તિએ દારૂ પણ પીધો હતો. તે ખૂબ જ નશામાં હતો.

જ્યારે વ્યક્તિને ટિકિટ ન મળી તો પોલીસકર્મીએ તેને લાતો મારવાનું શરૂ કરી દીધું. આ પછી તેણે તેને વડકારામાં ટ્રેનમાંથી ઉતારી દીધો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હવે આ 20 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ ટ્રેનના ડબ્બામાં દરવાજા પાસે નીચે બેઠેલા વ્યક્તિને વારંવાર લાતો મારી રહ્યા છે.

જયારે હવે આ ક્રૂર વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે ત્યારે લોકોમાં ખુબ ગુસ્સો ફૂટી રહ્યો છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘આ પરિસ્થિતિને હેન્ડલ કરવાની સાચી રીત નથી’ ‘આ ટિકિટ લીધા વગર વ્યક્તિએ જે અપરાધ કર્યો તેનાથી પણ વધારે ગુનાપાત્ર છે કે જે રીતનું વર્તન તેની સાથે કરવામાં આવ્યું.વીડિયો વાયરલ થયા બાદ કન્નુરના પોલીસ અધિક્ષક પી. ઈલાંગોવને સોમવારે મીડિયાને જણાવ્યું કે તેમણે સ્પેશિયલ બ્રાન્ચના એએસપી પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.