GujaratIndiaSurat

શરૂઆતમાં પતિ-પત્ની ઘરેથી 10 સેન્ડવિચ બનાવી સ્કૂટર પર વેચતા હતા, આજે એ જ જગ્યા પર દિવસની આટલી સેન્ડવિચ વેચે છે,

નમસ્કાર દોસ્તો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું સુરત શહેરની,જેમની સફળ કહાની પણ ખૂબ જ રસપ્રદ છે,જેઓ અત્યારે સેન્ડવિચ વેચે છે.તેમનું નામ મેહુલભાઈ છે.જો આપણે સરનામાની વાત કરીએ તો તેઓ કાઉન્ટર ચલાવી ધંધો કરે છે,જેનું નામ ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ નામ છે.જે અડાજણ વિસ્તારમાં ક્રોમા શો રૂમની બાજુમાં કાઉન્ટર ચલાવી ધંધો કરે છે.

અને છતાં પણ સરનામું ન મળે તો 9016099424 આ નંબર પર ફોન કરી પૂછી શકો છો.જેઓ થોડા સમય પહેલા શરૂઆતમાં સ્કૂટર પર ઘરેથી 10 સેન્ડવિચ બનાવીને લાવતા હતા,આ 10 પીસ વેચાઈ જાય એટ્લે ઘરે જતાં રહેતા,પછી તો તેમની માંગ વધવા લાગી પછી તો તેઓએ કાઉન્ટર ચલાવી ધંધો કરે છે.

તેમણે પૂછતાં તેઓએ કહ્યું કે,સમય સમયની વાત છે,ભગવાન બધાનું સારું જ કરે છે,કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ. તેઓ સાંજના 5 વાગ્યાથી રાત્રે 10.30 વાગ્યા સુધી ધંધો કરે છે.આજે 70 થી વધુ સેન્ડવિચ વેચાય છે.આ પરથી કહી શકાય કે,જીવનમાં કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ.

મિત્રો,જો તમે સુરતમાં રહેતા હોય અને આ વિસ્તારમાં જાઓ તો અથવા તમે સુરત બાજુ જાઓ તો અહી સેન્ડવિચ ખાવા ચોક્કસ જજો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો.