AhmedabadGujaratMadhya Gujarat

ગમે તે થાય અમદાવાદીઓ નહીં સુધરે, AMC ને કરાવ્યો 2.6 કરોડનો ફાયદો

રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯ હજારથી ઉપર કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. પરંતુ અમદાવાદી કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરતા હજુ પણ જોવા મળી રહ્યા નથી તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે.

અમદાવાદની મહાનગરપાલિકાની ટીમ દ્વારા 1 થી 11 જાન્યુઆરી સુધીમાં 2,449 લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને તોડવા બદલ પકડવામાં આવ્યા હતા. આ ટીમ દ્વારા આ લોકો પાસેથી ૨.૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા છે.

નોંધનીય છે કે, મે 2021 માં કોરોનાના કેસ ઘટતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ મામલામાં AMC ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે હવે ફરીથી દંડ લેવાનું શરૂ કરવામાં આવતા 1 અને 11 જાન્યુઆરી સુધીમાં ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોમાંથી 486 લોકોને માસ્ક વગરના સામે આવ્યા હતા. જેમાં મણિનગર, ખોખરા, બહેરામપુરા અને દાણીલીમડા જેવા દક્ષિણ ઝોનના વિસ્તારો બીજા નંબર પર રહ્યા હતા ત્યાં સૌથી વધુ 390 કેસ સામે આવ્યા હતા. જ્યારે સૌથી ઓછી સંખ્યામાં ઉલ્લંઘન કરનારા ઉત્તર ઝોનના 228 કેસ સામે આવ્યા હતા.

AMC ના અધિકારી દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટનિંગના નિયમોને પાલન કરાવવા માટે અમારા દ્વારા ૧ જાન્યુઆરીથી શહેરમાં દરરોજ સરેરાશ 80 ટીમને તૈનાત કરવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું છે કે, એએમસી ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 1 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે.