India

લગ્નના 10 દિવસ બાદ દુલ્હનની ખુલ્લી પોલ, નીકળી 2 બાળકોની પરિણીત માતા

રાજસ્થાન (Rajasthan) માં બાડમેર પોલીસે એક દુલ્હન (Bride) અને તેના સાથીદારની ધરપકડ કરી લેવામાં આવી છે. દુલ્હન પર આરોપ છે કે તેને દલાલ મારફતે પહેલા ત્રણ લાખ રૂપિયા લીધા અને બનાવટી રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ એક બીજો ખુલાસો થયો કે તે પહેલેથી જ પરિણીત યુવતી છે અને તે બે બાળકોની માતા પણ છે. અને આ દુલ્હન લગ્ન કર્યા બાદ ભાગવાના પ્રયાસમાં હતી. પોલીસે આરોપી દુલ્હનની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાડમેર જિલ્લાના એક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા ન હતા. આ જ દરમિયાન આ વ્યક્તિની જુઝારામ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી. તેને આ શખ્સને કહ્યું કે તે લગ્ન તો કરાવી દેશે. પરંતુ તેના માટે તેને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ આ લગ્ન કરવા ઇચ્છુક વ્યક્તિએ તેના ભાઇ સાથે વાત કરે છે. બધુ નક્કી કર્યા બાદ 27મી ડિસેમ્બરે બાડમેરની કોર્ટમાં બંને લગ્ન કરી લે છે.

દુલ્હનની ઓળખ પંજાબની રહેવાસી કોડાબાઈ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. લગ્નના 10 દિવસ સુધીતો બંન્ને વચ્ચે બધુ બરાબર રહ્યું હતું, ત્યારબાદ દલાલ વરરાજાના પરિવારને ફોન કરીને કહે છે કે દુલ્હનના પરિવારમાં લગ્ન છે. આવી સ્થિતિમાં તેઓ દુલ્હનને પંજાબ મોકલી દે, આ જ વાત પર પરિવારને શંકા થઇ જાય છે.

જ્યારે તેઓ દુલ્હનની પૂછપરછ કરે છે, ત્યારે તે બધું જ રહસ્ય જાહેર કરી દે છે. દુલ્હન કહે છે, ‘મારા પહેલાથી જ લગ્ન થઈ ગયા છે, અને હું બે બાળકોની માતા છું, મને જવા દો’. ત્યારબાદ વરરાજાનો ભાઈ દુલ્હન અને એક અન્ય મહિલાને કોતવાલી પોલીસ સ્ટેશન લઈ જાય છે. જ્યાં પોલીસ પૂછપરછ કરે છે તો પરિવારના હોશ ઉડી જાય છે. આ મામલામાં ત્રણ દલાલ, મહિલા વિરુદ્ધ છેતરપિંડી સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ મામલામાં પોલીસે કેસ નોંધીને દુલ્હન સહીત તેની મહિલા મિત્રની ધરપકડ કરી લીધી છે. સાથે જ દલાલને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.