ખેડાના આર્મી જવાનનું સિક્કીમમાં અવસાન, હિમવર્ષા વચ્ચે બજાવતા હતા ફરજ
ગુજરાતનો વધુ એક આર્મી જવાન દેશની રક્ષા કરતા શહીદ થયો છે. જે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આર્મી જવાન શહીદ થયો છે, જેનું ફરજ દરમિયાન નિધન થયું છે. જે આર્મી જવાન ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડે આવેલું ગામ ઘડિયા ગામનો રહેવાસી છે. હિતેશ પરમાર નામનો આર્મી જવાન દસ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો. અને હાલમાં તેની ફરજ સિક્કિમમાં હતી જ્યાં ભારે હિમ વર્ષા પડવાને કારણે તેની તબિયત અચાનક બગડી ગઈ હતી.
જે ભારે હિમ વર્ષાને કારણે ઠંડીનો પારો વધતા આર્મી જવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે આ આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતા થઇ ગયું હતું.હિતેશ પરમાર નામના આર્મી જવાનનું ફરજ દરમિયાન અવસાન થતા તેમના નિધનની પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ આર્મી જવાનનું ત્રણ દિવસ પહેલા નિધન થયું હતું.
જેના પાર્થિવદેહને હાલમાં તેના વતને ઘરે લાવવામાં આવ્યો છે. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આખું ગામ પણ હિબકે ચઢ્યું હતું અને આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગ્રામજનો દ્વારા શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આર્મી જવાનના પરિવારમાં તેની માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્નીની સાથે એક અઢી વર્ષનો પુત્ર છે.
આ આર્મી જવાનના મૃતદેહને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તેના વતન લાવવામાં આવ્યો હતો. જો કે હાલમાં કોરોના મહામારીને કારણે આર્મી જવાનોએ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી.