health

તમે કાપડનું બનાવેલ માસ્ક પહેરો છો? ઓમિક્રોનથી બચી શકશો કે નહિ

બહુ જ જલ્દી ફેલાઈ રહેલ કોરોનાનું નવું વેરિએન્ટ ઓમિક્રોનએ વિશ્વ સામે એક નવી મુશ્કેલી ઉભી કરી દીધી છે. આ મુશ્કેલી છે માસ્કને લઈને. નવી સ્ટડી પ્રમાણે કપડાંનું બનેલ માસ્ક જે આપણે નોર્મલી બધા વાપરીએ છીએ તે પુરી રીતે સુરક્ષિત નથી. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા વેરિએન્ટથી બચવા માટે અમુક ખાસ સુજાવ આપ્યા છે. ચાલો તમને જણાવીએ ખાસ વાત.

સીડીસીના કહેવા પ્રમાણે એક અસંક્રમિત વ્યક્તિ જો માસ પહેર્યા વગર કે મોઢાને ઢાંક્યા વગર બહાર નીકળે છે અને કોઈ સંક્રમિત વ્યક્તિની નજીક આવે છે તો તેને સંક્રમિત થતા ફક્ત 15 મિનિટ લાગે છે. જો બંનેએ કપડાના માસ્ક પહેર્યા હોય તો તેમને સંક્રમિત થવામાં 27 મિનિટ જેટલો સમય લાગે છે. જો બંનેએ સર્જીકલ માસ્ક પહેર્યું છે તો તેમને સંક્રમિત થતા 30 મિનિટ લાગશે. પણ જો બંનેએ N95 માસ્ક પહેર્યું છે તો સુરક્ષા અઢી કલાક જેટલી વધી જાય છે.

N95 માસ્કની વિશેષતા : આરોગ્ય નિષ્ણાત અને ધ કોરોનાવાયરસ બુકના લેખક સમજાવે છે કે જ્યારે SARS-CoV-2 વાયરસ ફેલાય છે, ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉત્પાદિત એરોસોલ્સને શ્વાસમાં લે છે. આ એરોસોલ બંધ જગ્યામાં ઝડપથી ફેલાઈ શકે છે. N95 જેવા ઉચ્ચ ફિલ્ટરેશન માસ્ક તમે શ્વાસ લેતાની સાથે જ હવામાંથી વાયરસને ફિલ્ટર કરે છે. આ માસ્ક પહેરનારને વાયરસના શ્વાસથી બચાવે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસના અન્ય લોકોનું પણ રક્ષણ કરે છે.

જયારે કપડાંનું માસ્ક એટલું સુરક્ષા આપી શકતું નથી. વૈજ્ઞાનિકો મુજબ એક N95 માસ્ક કપડાના માસ્ક કરતા 7 ગણું વધારે સેવ અને સર્જીકલ માસ્ક કરતા 5 ગણું વધારે અસરકારક છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે જો તમારા ચહેરા પર અમુક ખાસ રીતના વાળ છે અથવા તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે તો તમારે N95 માસ્ક પહેરવું જોઈએ નહિ.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ કહે છે કે ઘરે સારવાર લઈ રહેલા કોવિડ દર્દીને N95 માસ્કની જરૂર છે અને સંભાળ રાખનારને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની જરૂર છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરો અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે કાપડના સિંગલ લેયરવાળા માસ્કને છોડીને ઓછામાં ઓછા બે કે ત્રણ લેયરનો ફેસ માસ્ક પસંદ કરવાની વિનંતી કરી રહ્યા છે.

ક્લોથ માસ્ક એન-95 માસ્ક કરતાં ઓછું રક્ષણ આપે છે. પરંતુ માસ્ક પસંદ કરતી વખતે કિંમતને પણ ધ્યાનમાં રાખવી પડશે. જે લોકો ભીડભાડવાળા સ્થળોએ જતા નથી અને સામાજિક અંતર જાળવી શકતા નથી, તેમના માટે કાપડના માસ્ક યોગ્ય છે.