કોરોનાના કહેર જોતા અમદાવાદમાં લેવાયો મોટો નિર્ણય, ભાવમાં વધારો..
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દસ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12753 કેસ સામે આવ્યા છે. જેના લીધે ગુજરાત સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તેના લીધે અમદાવાદમાં કોરોનાના કારણે ભયનો માહોલ ફેલાયેલો છે. એવામાં અમદાવાદ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં રેલવે દ્વારા રેલવે પ્લેટફોર્મને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ રેલવે પ્લેટફોર્મની ટીકીટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ૧૦ ના બદલે ૩૦ રૂપિયા રેલવે પ્લેટફોર્મની ટીકીટ માટે ચૂકવવા પડશે. જ્યારે આ અગાઉ વડોદરામાં પણ પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે અને કોરોનાના કહેર વચ્ચે જો લોકોની ભીડ ભેગી થાય તો કોરોના સંક્રમણ વધે તેવી શક્યતાને જોતા રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવશે. જ્યારે પશ્ચિમ રેલવેમાં ગુજરાતના અમદાવાદ મંડળ દ્વારા મુખ્ય સ્ટેશનો પરના પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોરોનાના કહેરને જોતા રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડ પર કાબુ મેળવવા 18 જાન્યુઆરીથી અમદાવાદ, પાલનપુર, મહેસાણા, ભૂજ, ગાંધીધામના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ હવે 10 રૂપિયાની જગ્યાએ ૩૦ રૂપિયા ચૂકવવો પડશે. રેલવે ઓથોરિટી દ્વારા મુસાફરોને કહેવામાં આવ્યું છે કે, પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરતા રહે.