અમદાવાદમાં ગઈકાલના કેસ ભય ફેલાવનાર, એક જ દિવસમાં નોંધાયા અધધધ કેસ
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે ૨૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં હાલ કોરોનાનું હોટસ્પોટ બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે કોરોનાના કેસ આઠ હજારથી વધુ પહોંચ્યા છે. તે ચિંતા અમદાવાદ મનપાની ચિંતા વધારનાર છે.
અમદાવાદમાં કોરોનાની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8391 કેસ અને ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ શહેરમાં 24 કલાકની 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અમદાવાદમાં આજે મુંબઈ કરતા વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં આજે ૬૦૩૨ કેસ નોંધાયા છે. તેના કારણે અમદાવાદમાં કોરોનાએ ભયનો માહોલ ઉભો કર્યો છે.
જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં શહેર છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પરંતુ તેની સાથે આજે ૨૦ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારોને દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં તેની સાથે શહેરમાં 104 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર રહેલા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 20,966 નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારના 17 હજારથી વધુ કેસ આવ્યા હતા પરંતુ આજના કેસમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. આ સિવાય રાજયમાં કોરોનાના કારણે ૧૨ લોકોના મોત થયા છે. તેની સાથે એ સ્પષ્ટ તહેવારોની મજા બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહ્યો છે.