હાર્દિક પંડ્યા ફરી બનશે પિતા? શું છે વાઇરલ ફોટોની હકીકત જાણો હમણાં જ
બૉલીવુડની જેમ ક્રિકેટ ટીમના પણ અનેક લોકો ચાહકો છે. હાર્દિક પંડ્યાને આજે કોઈપણ ઓળખાણની જરૂરત નથી. આજે ફક્ત આપણા દેશમાં જ નહિ પણ આખી દુનિયામાં અનેક લોકો તેમને ઓળખતા થયા છે. હાર્દિક પંડ્યા એ પોતાની ગેમને લીધે તો ચર્ચામાં હોય જ છે આ સાથે તે પોતાના પર્સનલ જીવનને લીધે પણ તેઓ ખુબ ચર્ચામાં હોય છે. આજે અમે તમને એક એવી જ રસપ્રદ વાત જણાવવાના છે જેના લીધે હમણાં હાર્દિક પંડ્યા એ ખુબ ચર્ચામાં છે.
હાર્દિક પંડ્યાના લગ્ન ફેમસ મોડેલ અને અભિનેત્રી નતાશા સાથે થયા હતા. તેમને એક દીકરો પણ છે ઘણીવાર સોશિયલ મીડિયા પર મુકવામાં આવતા ફોટો અને વિડીઓમાં જોવા મળતો હોય છે. હાર્દિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે. તેઓ અવારનવાર પોતાની પત્ની સાથે ફોટો અને વિડિઓ શેર કરતા હોય છે. તેમના ફોટો પર તેમના ચાહકો ખુબ પ્રેમ વરસાવતા હોય છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ તેના ક્રિસમસ સેલિબ્રેશનની આખા પરિવારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરી હતી. અને આ તસવીરોમાં આખો પરિવાર ક્રિસમસ સેલિબ્રેશનમાં ખૂબ એન્જોય કરતો જોવા મળે છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. પરંતુ આ તસવીરોની ખાસ વાત એ હતી કે નતાશાની તસવીરે બધાનું ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું, તો ચાલો જાણીએ તેની પાછળ શું છે.
નોંધનીય છે કે વાયરલ થઈ રહેલી તસવીરોમાં નતાશા સ્પષ્ટપણે બેબી બોમ્બ લગાવતી જોવા મળી રહી છે. જે બાદ લોકો તેની પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા હતા. અત્યારે બધાના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે હાર્દિક પંડ્યા ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી. પરંતુ જ્યારથી આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે ત્યારથી બંનેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
વાઇરલ થઇ રહેલ ફોટોમાં હાર્દિક પંડ્યાની પત્ની નતાશા દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમના ચાહકો માટે શેર કરી હતી. આ ફોટોમાં હાર્દિક પંડ્યા તેમની પત્ની નતાશા અને પરિવાર સાથે જોવા મળે છે પણ આ દરમિયાન નતાશા ખુબ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં નતાશાનો બેબી બંમ્પ તરફ બધાનું ધ્યાન આકર્ષિત થયું હતું. એ પછી જ તેમની પ્રેગ્નેન્સીના સમાચાર ઉડ્યા હતા. આ ફોટોના કોમેન્ટ બોક્સમાં ઘણી કૉમેન્ટ્સ આવવા લાગી હતી.