જયારે કોઈ વ્યક્તિને કિડની સંબંધિત કોઈ બીમારી થાય છે તો તેનું રોજીંદુ કામ અને રોજીંદુ જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ તકલીફ તમારી શારીરિક ક્ષમતા પર નેગેટિવ પ્રભાવ નાખે છે. વાત એમ છે કે કિડની આપણા શરીરમાં લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો આ સાચી અને સારી રીતે કામ કરે છે તો તમને કોઈ મુશ્કેલી થશે નહિ પણ જો તે કામ કરવાનું બંધ કરે છે તો લોહી શુદ્ધિકરણની પ્રોસેસ પર અસર થાય છે. આને લીધે કિડની ફેલ થવાના પણ ચાન્સ વધી જાય છે.
જ્યારે તમે ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા હોવ ત્યારે શરીરમાં લોહી ફિલ્ટર કરવામાં સક્ષમ નથી હોતું. જેના કારણે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જેમ કે ખંજવાળ, સ્નાયુમાં ખેંચાણ, ભૂખ ન લાગવી, ઉબકા અને ઉલટી, પગ અને પગની ઘૂંટીઓમાં સોજો, વારંવાર પેશાબ અથવા પેશાબ કરવામાં મુશ્કેલી. આટલું જ નહીં, ક્રોનિક કિડની ડિસીઝને કારણે કેટલીકવાર તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી. જો આ લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ
કિડનીમાં સમસ્યા થવાના ઘણા કારણ હોઈ શકે છે. તેમાં હાઈ બ્લડ પ્રેસર એટલે કે હાઇપરટેંશન અને ડાયાબિટીસ મુખ્ય કારણ હોય છે. આ સિવાય વધારે વજન, વધારે સ્મોકિંગ અને દારૂનું સેવન પણ તમને કિડનીની બીમારી થવાના કારણ બની શકે છે. વધારે નમક અને ખાવાપીવામાં ખોટી આદતોને લીધે પણ કિડની પર નેગેટિવ અસર કરે છે,
કિડનીને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો જોઈએ. મીઠું અને મરચા મસાલા ઓછા ખાવા જોઈએ. જો તમે આલ્કોહોલ અથવા સિગારેટ પીતા હોવ તો આજે જ તેનું સેવન કરવાનું બંધ કરો. સેકન્ડ હેન્ડ સ્મોકિંગનો અર્થ એ છે કે તમારી બાજુમાં ધૂમ્રપાન કરતી વ્યક્તિનો ધુમાડો અંદર પ્રવેશવો પણ જોખમી છે.
વધારાનું વજન પણ કિડનીની સમસ્યામાં વધારો કરે છે. તેથી ડાયેટિશિયનની સલાહ અને કસરત દ્વારા વજનને નિયંત્રિત કરો. આ રોગને ગંભીર સ્વરૂપ લેતા અટકાવવામાં શારીરિક પ્રવૃત્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી, દરરોજ સવારે સાંજે ચાલવું અને ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જરૂરી છે. બીજી તરફ, ડાયાબિટીસના દર્દીઓ તેમની બ્લડ સુગરને નિયંત્રણમાં રાખીને ક્રોનિક કિડની ડિસીઝથી બચી શકે છે. સામાન્ય લોકો પણ ઓછી મીઠી ખાય તો સારું રહેશે.