);});
BollywoodIndia

લગ્નના અમુક મહિના પછી તરત આપ્યો દીકરીને જન્મ, પછી લીધા છૂટાછેડા

13 સપ્ટેમ્બર 1973ના દિવસે જન્મેલ મહિમા ચૌધરીનું સાચું નામ રીતુ ચૌધરી છે. મહિમાએ પોતાનું હાઈસ્કૂલનું ભણવાનું ડાઉન હિલ સ્કૂલથી પુરી કરી હતી. તે પછી તે આગળ ભણવા માટે દાર્જિલિંગની એક કોલેજમાં જાય છે. આજે અમે તમને 48 વર્ષની અભિનેત્રી મહિમા ચૌધરીના જીવન સાથે જોડાયેલ ક્યારેય ના જાણી હોય એવી વાત જણાવશું.

અભિનેત્રી મહિમા ચૌધરીનો પણ વિવાદો સાથે ઊંડો સંબંધ રહ્યો છે. તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે સુભાષ ઘાઈ સાથેના તેના મતભેદોના સમાચાર હેડલાઈન્સ બનવા લાગ્યા. સુભાષ ઘાઈએ જ મહિમા ચૌધરીને ફિલ્મોમાં લોન્ચ કરી હતી. કહેવાય છે કે મહિમા ચૌધરી અને સુભાષ ઘાઈ વચ્ચે 5 વર્ષ માટે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ હતો.

મહિમા ચૌધરીને 5 વર્ષમાં સુભાષ ઘાઈની ત્રણ ફિલ્મોમાં કામ કરવાનું હતું. જો તેણીએ તેમ ન કર્યું, તો આવી સ્થિતિમાં તેણીએ તેની આવકના 35% તેને આપવાના હતા. આ બાબતે બંને વચ્ચે વિવાદ થયો અને આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો. થોડા સમય પહેલા મહિમા ચૌધરી અને લિએન્ડર પેસના અફેરના સમાચાર પણ હેડલાઈન્સ બન્યા હતા. મહિમા ચૌધરીએ ટેનિસ ખેલાડી પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.

તમને જણાવી દઈએ કે મહિમા ચૌધરીની મુલાકાત 2006માં આર્કિટેક્ટ બિઝનેસમેન બોબી મુખર્જી સાથે થાય છે અને આ બંનેના સંબંધ ઘણા લાંબા સમય સુધી ચાલ્યા હતા. અમુક મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમના સંબંધના સમય દરમિયાન મહિમા ગર્ભવતી થઇ ગઈ હતી જેને લીધે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એ પછી માર્ચ 2006માં તેમણે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન બહુ ખાનગી રીતે પુરા થયા હતા.

2007 માં, લગ્નના થોડા મહિના પછી, તેણે તેમની પુત્રી આર્યાનાને જન્મ આપ્યો. આ દરમિયાન, તેમના પતિ સાથે તેમના અંતર વધવા લાગ્યા અને આખરે લગ્નના 7 વર્ષ પછી એટલે કે 2013 માં, બંનેએ છૂટાછેડા લીધા અને એકબીજાથી અલગ થઈ ગયા. મહિમા ચૌધરી આજે સિંગલ મધર છે અને તે પોતાની દીકરીનો ઉછેર એકલા હાથે કરી રહી છે.

90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મહિમા ચૌધરી છેલ્લે ફિલ્મ “ડાર્ક ચોકલેટ (2016)”માં જોવા મળી હતી. હાલમાં આ ફિલ્મની દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર મહિમા ચૌધરી પોતાની અને દીકરી આર્યનાની તસવીરો શેર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. આર્યના પણ તેની માતાની જેમ ખૂબ જ સુંદર છે.