અમેરિકા-કેનેડા બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં બે સંતાનો સહિત પતિ-પત્નીનું મોત, મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું,
અમેરિકા-કેનેડા બોર્ડર પર માઇનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં વધુ ઠંડીને કારણે ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર બુધવારે આ ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા.આ ચારેય મૃતદેહ બોર્ડરથી ૯ થી ૧૨ મીટરના અંતરે મળ્યા છે.
આ ઘટના અંગે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે.સાથે કેનેડા-યુએસમાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.દરમિયાન આ ચારેય મૃતકો ઉત્તર ગુજરાતના મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું છે.મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.
સમાચાર અનુસાર જણાવી તો આ ચારેય મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.એ શખ્સે ૭ ભારતીયોને ગેરકાયદેસર ઘુસાડવામાં સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે.કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા.