IndiaNews

ભાજપના પૂર્વ નેતાને ટિકિટ ન મળતા રડી પડ્યા, દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, પાર્ટીએ મને છેતર્યો છે,

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ પક્ષ પોતાના ઉમેદવારોના જાહેર કરી રહ્યા છે.ટિકિટ મળવાની આશા ધરાવતા ઉમેદવારો ખૂબ જ ઉત્સાહિત છે.આવું જ કઈક શુક્રવારે આગ્રાના BJP નેતા સાથે બન્યું,ટિકિટ ન મળતા તેમણે આંખોમાંથી આંસુ સાથે પોતાનું વ્યક્ત વ્યક્ત કર્યું હતું.

જેમનું નામ દિગંબર સિંહ ઠાકરે છે.દિગંબર સિંહ ઠાકરે આગ્રામાં રડતા જોવા મળ્યા હતા.તેમણે પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું,પાર્ટીએ મને ટિકિટ ન આપીને છેતર્યા છે.દિગંબર સિંહ ઠાકરેએ કહ્યું કે રાજકીય કાવતરાખોરોએ મારા જન્મ પહેલા મારી હત્યા કરી નાખી.તેમણે કહ્યું કે ભાજપે ખેરાગઢની જનતા અને કાર્યકરો સાથે છેતરપિંડી કરી છે.

દિગંબર સિંહ ઠાકરેને ભાજપ તરફથી ટિકિટ મળી નથી,પરંતુ તેમણે ખેરાગઢ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.દિગંબર સિંહ ઠાકરે અગાઉ BSP તરફથી મેયરની ચૂંટણી લડી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે ભાજપે ખેરાગઢ વિધાનસભા સીટથી ભગવાન સિંહ કુશવાહાને ટિકિટ આપી છે.