લગ્ન માટે દંપત્તિ તો ખુશ હોય જ છે પણ સાથે પરિવારના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે લગ્નની તૈયારી માટે પરિવારના લોકો ૨-૩ વર્ષ પહેલાથી તૈયારીઓ શરૂ કરે છે,લગ્ન વિધિ દરમિયાન ચાલી આવતી પરંપરાઓ અનુસરીને લોકો લગ્નજીવનમાં આગળ વધતા હોય છે પરંતુ આવામાં એક અજીબ કિસ્સો જામનગરથી સામે આવ્યો છે.
જ્યાં ભાવિ સાસુમાએ વરરાજાનું નાક ખેચ્યું તો વિવાદ ઊભો થયો હતો અંતે જાન પાછી ફરી હતી.આ ઘટના જામનગરમાં લીમડા લાઇન વિસ્તારની છે.જ્યાં એક અમેરિકા સ્થિત યુવાન અને શહેરમાં જ રહેતી એક યુવતી જેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા,આ વાત પર બંને પરિવારની સંમતિથી લગ્નજીવનમાં જોડાવા જઈ રહ્યા હતા.
તેઓએ જામનગરમાં આવેલ એક હોટલમાં ૨૦ તારીખે લગ્ન યોજ્યા હતા તે દરમિયાન લગ્ન વિધિમાં વરકન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતા બંને પરિવારો વચ્ચે આમને-સામને ઝઘડો થયો અંતે યુવતીએ લગ્ન કરવાની ના પાડી અને જાન પણ પાછી ફરી હતી.કદાચ તમને પણ ખબર હશે કે લગ્ન વિધિ દરમિયાન વરકન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.
પરંતુ ભાવિ સાસુમાએ વરરાજાનું નાક પકડ્યું તો વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇન્કાર કર્યો હતો.અને પછી તો બંને પરિવાર આમને-સામને ખૂબ જ બાખડ્યા.વરકન્યાએ લગ્ન કરવાની ના પડી તો જાન પણ પાછી ગઈ હતી.લગ્ન દરમિયાન તૈયાર થયેલું ભોજન પણ પડયું રહ્યું હતું,