આજકાલ બુટલેગરો બેફામ બન્યા છે,આવો જ કિસ્સો કાલે અમદવાદથી સામે આવ્યો છે.શહેરના નરોડાના મુઠિયા ગામ નજીક બૂટલેગરોને પકડવા ગયેલ પોલસીકર્મીઓને સ્થાનિક બૂટલેગરોએ જાહેરમાં રોડ પર માર માર્યો છે.જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.સાથે પોલીસકર્મીને માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સમાચાર મુજબ જણાવીએ તો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રુદ્રદતસિંહ અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મી સુરેશભાઈને રોડ પર માર માર્યો હતો.મળતી માહિતી અનુસાર જણાવીએ તો રુદ્રદતસિંહ નામનો પોલીસકર્મી PI નો વહીવટ કરતો હોવાનું પણ ચર્ચામાં છે.બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ આ બંને પોલીસકર્મીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત ૧૫ લોકો સામે પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ લોકોએ લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસકર્મીને માર માર્યો હતો.વધુમાં જણાવીએ તો પોલીસકર્મી મુઠિયા ગામ નજીક પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા,એ સમયે કેટલાક બુટલેગરોએ આ બંને પોલીસકર્મીને રોડ પર દોડાવી દોડાવીને માર માર્યો છે.
બૂટલેગરો અને તેમના પરિવારે બૂમો પાડીને કહ્યું,નરોડા પોલીસવાળા દારૂનો ધંધો કરવા દેતા નથી,વારંવાર રેડ પાડીને હેરાન કરતા રહે છે,આજે તો એમણે પતાવી દો.આવું કહી બૂટલેગરોએ પોલીસને રોડ પર દોડાવીને માર માર્યો હતો.પોલીસે અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત ૧૫ લોકો સામે વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.