ધંધુકા હત્યા કેસમાં કિશનના સસરા અને સાળા દ્વારા સરકારને આરોપીને માટે કરી આ સજાની માંગણી
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં ગુજરાતમાં દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અનેક લોકો દ્વારા આ ઘટના સામે આક્રોશ દેખાડવામાં આવી રહ્યો છે. એવામાં છેલ્લા ઘણા દિવસોથી ધંધુકા બંધ હાલતમાં છે. જ્યારે ગુજરાતમાં કિશન બોળીયા હત્યા ના અવસાન બાદ લોકો દ્વારા ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી રહી છે. તેની સાથે યુવક કિશન બોળીયા હત્યાને લઈને આજે તેના સાસરી પક્ષમાં બેસણું રાખવામાં આવ્યું હતું.
જ્યારે વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા નજીક સયાજી ટાઉનશીપમાં સાસરી પક્ષ દ્વારા યુવક કિશન બોળીયાનું બેસણું રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન તેના સાસરી પક્ષ દ્વારા ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે. જ્યારે કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓ દ્વારા દગાથી ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવેલ તે કિશન મારો જમાઈ છે.
જ્યારે અમારી માત્ર એટલી જ માંગણી છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસીના સજા ફટકારવામાં આવે અથવા તો તેનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. મૌલવીને પણ સખ્ત સજા થવી જરૂરી છે.આ મામલામાં કિશનના સાળા પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કિશન બોળીયા મારા જીજાજી હતા. દોઢ વર્ષ અગાઉ મારી બહેન સાથે તેમના લગ્ન થયા હતા. જ્યારે બે જાન્યુઆરીના તેમના ત્યાં ભાણીએ જન્મ આપ્યો હતો. આ મામલામાં પાકિસ્તાન સાથે છેડા જોડાયેલા છે. જેના લીધે મારી સરકારને એક વિનંતી છે કે, અપરાધીઓને એકાઉન્ટર અથવા તો ફાંસીની સજા આપે.
નોંધનીય છે કે, આ કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે આ મામલામાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મૌલવીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં અંતે પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ધંધુકા કેસમાં સામે આવી છે. દિલ્હીથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેનું નામ પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનથી જોડાયેલ છે.
આ વાતમાં જાણકારી સામે આવી છે કે, મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનમાં કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલ છે. આ સંગઠનની વાત કરી તો પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામી સંસ્થા દ્વારા ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવવામાં આવે છે. તેની આડમાં યુવાઓ બ્રેનવોશ કરી આવી રીતની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ મૌલાના કમરગની ઉસ્માનીથી મોટી જાણકારી એ પણ મળી છે કે, તે ગઝવે હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા પર કામ કરી રહ્યો છે. એવામાં હવે મૌલનાની ધરપકડ બાદ મોટા ખુલાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં વાંધાજનક પોસ્ટ બાબતમાં નારાજ થઈ આરોપી શબ્બીર ચોપડા દ્વારા કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં શબ્બીર ચોપડાને આ હત્યા માટે રિવોલ્વરની વ્યવસ્થા અમદાવાદના મૌલવી દ્વારા કરવામાં આવી હતી.આ વાતની જાણકારી શબ્બીર ચોપડા દ્વારા આપવામાં આવી છે.