કિશન ભરવાડ કેસમાં થયો મોટો ખુલાસો, જમાલપુરમાં એર ગન અને ભડકાઉ પુસ્તક મળી આવ્યું…
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસને લઈને દરરોજ નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. આ કેસને લઈને સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આજે એક મોટો ખુલાસો થયો છે. તેને જાણીને તમે ચકિત થઈ જશો.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, 2002 માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો કરવામાં આવ્યો હતો તેના માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે જે પુસ્તકના નામની વાત કરીએ તો તેનું નામ જઝબાતે શહાદત રહેલું છે. જ્યારે આ પુસ્તક પણ શંકાના ઘેરામાં હવે આવી ગયું છે.
આ પુસ્તકનું વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. એવામાં આ વિમોચનના કાર્યક્રમ દરમિયાન ઉસ્માની અને શબ્બીર પણ હાજર રહ્યા હતા.
હવે ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ પુસ્તકને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ પુસ્તકમાં કોઈ વિવાદિત લખાણ તો નથી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે ધંધુકા કિશન હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે વધુ લોકોને તપાસ માટે એટીએસ બોલાવવામાં આવેલ છે. જ્યારે ઘટના નું પ્લાનિંગ ક્યાં થયુ હતુ તેની પણ તપાસ શરૂ કરાઈ રહી છે. એવામાં અજીમ દ્વારા હથિયાર કઈ જગ્યા થી લાવવામાં આવ્યા હતા તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે આજે એટીએસની ટીમ દ્વારા મૌલાનાને જમાલપુર તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન જમાલપુરની મદરેસામાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબના ઘર નજીકના મદરેસામાંથી એક એર ગન અને ભડકાઉ લખાણ લખેલું પુસ્તક મળી આવ્યું હોવાનું જાણકારી સામે આવી છે
જ્યારે આ કેસમાં પોલીસ દ્વારા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે આ મામલામાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મૌલવીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં અંતે પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ધંધુકા કેસમાં સામે આવી છે. દિલ્હીથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેનું નામ પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનથી જોડાયેલ છે.
આ વાતમાં જાણકારી સામે આવી છે કે, મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનમાં કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલ છે. આ સંગઠનની વાત કરી તો પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામી સંસ્થા દ્વારા ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવવામાં આવે છે. તેની આડમાં યુવાઓ બ્રેનવોશ કરી આવી રીતની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ મૌલાના કમરગની ઉસ્માનીથી મોટી જાણકારી એ પણ મળી છે કે, તે ગઝવે હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા પર કામ કરી રહ્યો છે. એવામાં હવે મૌલનાની ધરપકડ બાદ મોટા ખુલાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં વાંધાજનક પોસ્ટ બાબતમાં નારાજ થઈ આરોપી શબ્બીર ચોપડા દ્વારા કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં શબ્બીર ચોપડાને આ હત્યા માટે રિવોલ્વરની વ્યવસ્થા અમદાવાદના મૌલવી દ્વારા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી શબ્બીર ચોપડા દ્વારા આપવામાં આવી છે.
તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે હત્યા દરમિયાન જે યુવક બાઈક ચલાવી રહ્યો હતો તે ઈમ્તિયાઝ પઠાણ નામનો ઈસમ હતો. ઈમ્તિયાઝને રિવોલ્વર જમાલપુરના મૌલાના ઐયુબ જાવરવાલાથી પ્રાપ્ત થઈ હતી. મોલાના ઐયુબ જાવરવાલા આસિફ સમાં નામના ઈસમ પાસેથી હત્યા માટે આ રિવોલ્વર લેવામાં આવી હતી. જ્યારે મૌલાના કમરગની ઉસ્માનીની વાત કરીએ તો શબ્બીર સોશિયલ મીડિયા દ્વારા તેમના સંપર્કમાં રહેલો હતો. જ્યારે આજે બીજી જાણકારી પણ સામે આવી છે કે, આ અગાઉ પણ સાજન ઓડેદરા નામના યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.