AhmedabadGujaratMadhya GujaratNews

કિશન ભરવાડ હત્યા પહેલા મૌલાના કમરગનીએ શબ્બીરને કહી હતી આ વાત..

ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં સતત મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. જયારે આ કેસની વાત કરવામાં આવે તેમાં અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા કરવામાં માટે દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની દ્વારા ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યાર બાદ કિશન ભરવાડની હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. તેની સાથે ગુજરાત ATS ની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૌલાના કમર ગની દ્વારા છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત કરવામાં આવી હતી.

તેમ છતાં આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પોલીસ તપાસ દરમિયાન મૌલાના કમર ગની દ્વારા શબ્બીરને ઓળખતો જ નથી તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ શબ્બીર સામે આવતા મૌલાના કમર ગનીએ તેને ઓળખી લીધો હતો. જયારે તેમાં પણ મોટો ખુલાસો થયો કે, મૌલાના કમર ગીની દ્વારા જ તેને હિમ્મત આપવામાં આવી હતી તે કઈ ખોટું કરી રહ્યો નથી. ત્યાર બાદ અમદાવાદમાં મૌલાના કમરગની, મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ અને તેમાં આ પ્લાન ઘડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ગઈ કાલના એટીએસની ટીમ દ્વારા મૌલાનાને જમાલપુર તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન જમાલપુરની મદરેસામાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબના ઘર નજીકના મદરેસામાંથી એક એર ગન અને ભડકાઉ લખાણ લખેલું પુસ્તક મળી આવ્યું હોવાનું જાણકારી સામે આવી હતી.

આ વાતમાં જાણકારી સામે આવી છે કે, મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનમાં કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલ છે. આ સંગઠનની વાત કરી તો પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામી સંસ્થા દ્વારા ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવવામાં આવે છે. તેની આડમાં યુવાઓ બ્રેનવોશ કરી આવી રીતની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ મૌલાના કમરગની ઉસ્માનીથી મોટી જાણકારી એ પણ મળી છે કે, તે ગઝવે હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા પર કામ કરી રહ્યો છે. એવામાં હવે મૌલનાની ધરપકડ બાદ મોટા ખુલાસો થઈ રહ્યા છે.