CrimeGujaratJamnagarSaurashtra

જામનગર: તાળું તોડ્યા વિના જ 32 લાખ રૂપિયાની કરી ચોરી, આ રીતે ઉકેલાયો ભેદ

જામનગર જિલ્લાના મેહુલનગર વિસ્તારમાં એક ઘરમાંથી 6 મહિનાની અંદર 32 લાખની ચોરી કરનાર ચોરની એલસીબીએ ધરપકડ કરી લીધી છે. નવાઈની વાત એ છે કે કોઈને શંકા ના જાય એ માટે આ ચોરે તાળું તોડ્યા વગર કટકે-કટકે ચોરી કરી છે. જો કે એલ.સી.બી એ આ સાથે ચોરને પોતાની કોઠાસૂઝથી ઝડપી પડ્યો છે. અને તેને જિલ્લા સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી છેલ્લા છ મહિના દરમિયાન મકાન કે કબાટના કોઈ પણ તાળા તોડયા વિના સતત ચોરી થતી હતી. આ સમયગાળા દરમિયાન ચોરે ત્રીસ લાખ રૂપિયાની રોકડ, સવા બે લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ એક મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. ત્યારે આ ચોરી કઈ રીતે થાય છે તે પરિવારને ના સમજાતા મકાનમાલિકે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ ઈન્ચાર્જ એસપીના માર્ગદર્શનથી એલસીબીએ હાથ ધરી હતી. ત્યારે એલસીબીની તપાસમાં બહાર આવ્યું કે, ફરીયાદી મકાનમાલિકના જ એક સંબંધીએ તેમના મકાનની ચાવીનો સેટ મેળવીને ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચે હાલ ચોરની અટકાયત કરી લીધી છે. અને તમામ મુદ્દામાલને જપ્ત કરી લીધો છે . એલસીબીએ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નિલેશ લવજીભાઈ કે જેઓ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ શિવમ પાર્કમાં રહે છે. અને તેઓ પરમેશ્વર બ્રાસ નામનું કારખાનુ ઉદ્યોગ નગરમાં ચલાવે છે. ત્યારે આ નિલેશભાઈ લવજીભાઈના મકાનમાંથી 10 ઓગસ્ટ, 2021થી લઈનેને 1 ફેબ્રુઆરી,2022 દરમિયાન અલગ અલગ સમયે સોનાના દાગીના,રોકડ રકમ તેમજ એક મોબાઈલની ચોરી થઈ હતી. જો કે, આ ચોરી દરમિયાન ચોરે એક પણ વખત તાળું તોડ્યું ન હતું. 6 મહિનામાં ચોરે કુલ 32.75 લાખની ચોરી કરી હતી.

આ ચોરી મામલે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, જામનગરના ઈન્ચાર્જ SP નીતેશ પાંડેને આ ચોરીની જાણ થતા તેમના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેકટર નિનામાની દેખરેખમાં PSI કે. કે. ગોહિલ, બી. એમ. દેવમુરારી, આર. બી. ગોજિયાના વડપણ હેઠળની અલગ અલગ ટૂકડીઓ બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. તપાસ કરતા એલસીબીને શન્કા ગઈ હતી કે, મકાનની ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ તપાસ કરતા સ્ટાફને આ ચોરીમાં મૂળ ફરીચા ગામના અને હાલ મરૂતોય રેસિડેન્સીમાં વસવાટ કરતા જશ્મિન મનસુખભાઈ વિરાણીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.

જેને ધ્યાને લઈને LCBએ શકમંદ જશ્મિન બાઈક લઈને ખોડિયાર કોલોની વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારે પોલીસે વોચ ગોઠવીને જશ્મિન વિરાણીની અટકાયત કરી હત. એલસીબી કચેરીએ ખસેડાયેલા જસ્મીને ડરના માર્યા પોપટની જેમ પોતાનો ગુનો કબૂલ કરતા જણાવ્યું હતું કે, તેની પાસે નિલેષભાઈના મકાનની પોતાની ડુપ્લીકેટ ચાવીનો સેટ હતો. અને તેણે 30 લાખ રૂપિયાની રોકડ, સોનાના દાગીના તેમજ એક મોબાઈલ ફોનની ચોરી કરી હતા.