health

આ દેશી ફેસવોશ ઘરે જ બનાવો, બજારના બધા ફેસવોશ અને સાબુ ભૂલી જશો,

નમસ્કાર દોસ્તો,આજકાલ ઘણા છોકરા-છોકરીઓ પોતાનો ચહેરો સુંદર બનાવવા બજારુ ફેસવોશનો ઉપયોગ કરતા હોય છે,ખાસ કરીને યુવતીઓ ચહેરો સુંદર બનાવવા માટે અવનવા પ્રસાધનો બજારમાંથી લાવી વાપરે છે.જેના કારણે અમુક સમય માટે ચહેરો સુંદર દેખાય છે.પરંતુ લાંબા ગાળે આ પ્રસાધનો ચહેરાને નુકસાન કરતા હોય છે.

આ દરમિયાન અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છે,જેનાથી તમે ઘરે જ દેશી ફેસવોશ બનાવી શકો છો.આ ફેસવોશ બનાવવા તમારે ફક્ત ત્રણ વસ્તુ લેવાની છે,જેમાં સૌથી પહેલા એક ચમચી ચણાનો લોટ લો,ત્યારબાદ તેની અંદર અડધી ચમચી ચોખાનો લોટ ઉમેરો,આ પછી એક ચપટી હળદર ઉમેરો.

આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી હલાવી દો,ત્યારબાદ તેની અંદર એક-બે ચમચી દહી ઉમેરો, આ બધાને સારી રીતે મિક્સ કરી દો.એકદમ ઢીલી પેસ્ટ બનાવી દો.જ્યારે તમે સ્નાન કરવા જાઓ તે પહેલા આ પેસ્ટથી ચહેરા પર ૨-૫ મિનિટ ઘસો. ત્યારબાદ સ્નાન કરતી વખતે પાણીથી ધોઈ લો.શિયાળામાં હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.ચણાનો લોટ ચહેરા માટે રામબાણ છે.

ચણાનો લોટ બધા જ ફેસવોશને ઝાંખા પાડે છે.ખાસ યાદ એ રાખો કે, ચહેરા પર બજારુ ફેસવોશ કે સાબુનો સ્પર્શ ન થવો જોઈએ.આ દેશી ઉપચાર તમારા ચહેરા માટે ખૂબ જ લાભદાયક છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.