Ajab GajabIndia

મોર્ડન જમાના ની મીરાબાઈ!! શ્રીકૃષ્ણ સાથે કર્યા લગ્ન અને વરમાળાથી ફેરા સુધીની નિભાવી રસમ

કૃષ્ણ ભક્ત મીરાબાઈને તો દરેક વ્યક્તિ જાણે છે. હવે અમે તમને આજના સમયની મીરાબાઈ થી મળવા જઈ રહ્યા છીએ પૂજા સિંહ નામની આ યુવતી મોડર્ન જમાના ની મીરાબાઈ બની ગઈ છે. તેને ઠાકોરજી સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નમાં લગભગ 300 બારાતી સામેલ થયા અને લગ્નની દરેક રસમ પણ કરી, પૂજા 30 વર્ષની છે અને તે રાજનીતિક વિજ્ઞાનમાં એમ એ કરી ચૂકી છે તો આખરે તેમને શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો નિર્ણય કેમ કર્યો?

પૂજા મધ્ય પ્રદેશમાં સિક્યુરિટી એજન્સી સંચાલક ની દીકરી છે અને તેમને 8 ડિસેમ્બરે રાજસ્થાનની રાજધાની જયપુરથી નજીક ગોવિંદ ક્ષેત્રના ગામ નરસિંહપુરામાં ઠાકોરજી સાથે લગ્ન કર્યા અને આ લગ્નમાં તેમના પિતા સામેલ થયા નહીં તે લગ્નના ખીલાફ હતા એવામાં પૂજા એ તેમની જગ્યાએ તલવારને પ્રતીકના રૂપે મૂક્યું આમ તો માતા લગ્નની દરેક રસમમાં સામેલ રહી આ લગ્નમાં દરેક રસમ જેમ કે મંત્રોચારણ મંગલ ગીત,વરમાળા, કન્યાદાન,ફેરા,વિદાય જેવી રચના થઈ.

પૂજા એ પોતાને ભગવાન કૃષ્ણને એટલે કે ઠાકોરજીને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધી છે તે બાળપણથી જ શ્રીકૃષ્ણની ભક્તિ ભાવમાં સમર્પિત રહી છે અને તેમને એક વખત પોતાના નૈની હાલમાં તુલસી વિવાહ થતો જોયો હતો બસ ત્યારથી જ તેમને મનમાં વિચારી લીધું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરશે અને એક કારણ એ પણ છે કે પૂજા બાળપણથી જ પતિ અને પત્નીની વચ્ચે લડાઈ ઝઘડા જોતી આવી છે તેથી જ તેમને વિચારી રાખ્યું હતું કે ક્યારેયવ તે યુવક સાથે લગ્ન કરશે નહીં.

શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાનો નિર્ણય એટલો આસાન ન હતો સૌથી પહેલા પૂજા એ પંડિતજીને પાસેથી તેની પરવાનગી લીધી હવે તેમને સહમતિ આપી ત્યારે ઘરના લોકોને જણાવ્યું અને તેમના પિતા આ વાત સાંભળીને નારાજ થઈ ગયા હતા તેથી જ લગ્નમાં આવ્યા નહીં તેમની માતા માની ગઈ લગ્નમાં પૂજાએ સિંદૂર ની જગ્યાએ ચંદન થી પોતાની માંગ ભરી અને તે આ લગ્ન પછી ક્યારેય કોઈપણ યુવક સાથે લગ્ન કરશે નહીં અને તે કહેતી હતી કે ભગવાન કૃષ્ણ અમર છે તેથી તે સંપૂર્ણ જિંદગી સુહાગન રહેશે.

ઠાકોરજી સાથે લગ્ન કર્યા પછી પૂજા ખૂબ જ ખુશ છે અને તે ઘરમાં શ્રીકૃષ્ણની સાથે એકદમ પત્તીની જેમ રહે છે તેમને પોતાના રૂમમાં ઠાકોરજીનું એક મંદિર બનાવ્યું છે અને અહીં તે દરરોજ પૂજાપાઠ કરે છે તેમના નવા કપડાં પહેરાવે છે. તે જ્યારે પણ કઈ બનાવે છે ત્યારે સૌથી પહેલો ભોગ ઠાકોરજીને લગાવે છે અને તેમને શ્રીકૃષ્ણની સેવા કરવાથી ખૂબ જ સુખ અને શાંતિનો અનુભવ થાય છે.

પૂજાના અનોખા લગ્ન આ સમયે ચર્ચાનો વિષય છે અને અમુક વ્યક્તિ તેમની તારીખ કરી રહ્યા છે અથવા તો અમુક વ્યક્તિ તેમની મજાક ઉડાવી રહ્યા છે.