પોલીસને ઝાડીઓમાંથી મળી નવજાત બાળકી, પોલીસ ની પત્નીએ સ્તનપાન કરાવીને જીવ બચાવ્યો
પોલીસને લઈને તમારા મગજમાં ઘણી તસવીરો હશે, પરંતુ આજે તમને પોલીસકર્મીની એક એવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા ચહેરા પર એક સુંદર સ્મિત ફેલાઈ જશે. હકીકતમાં 20 ડિસેમ્બરે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી ને કપડામાં વીંટેલી હતી. ઠંડીના કારણે બાળકીની હાલત ખૂબ જ ખરાબ હતી.
માહિતી મળ્યા બાદ પોલીસકર્મીઓ બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકીસતત રડી રહી હતી. શું કરવું તે પોલીસ સમજી શકતી ન હતી. બધાને ખબર હતી કે બાળકીને શરદી થઈ ગઈ હતી અને તે ભૂખને કારણે રડી રહી હતી.\
બાળકી નવજાત હતી, આ કારણે તેને બહારથી કંઈ ખવડાવી શકાય તેમ ન હતું. આવી સ્થિતિમાં બાળકને માત્ર માતાનું દૂધ જ આપી શકાય. આ બાળકીને તેની માતાએ તો છોડી દીધી હતી. હજુ સુધી પોલીસને બાળકીની માતા કે તેના પરિવાર વિશે કોઈ માહિતી મળી નથી.
આ પછી પોલીસ સ્ટેશનના SHO વિનોદ સિંહની પત્ની જ્યોતિ સિંહને બાળકીની હાલત વિશે જાણ થઈ. SHO વિનોદ સિંહે પત્નીને ફીડીંગ માટે કહ્યું અને આના પર તેની પત્ની જ્યોતિ તરત જ તૈયાર થઈ ગઈ અને બાળકીને દૂધ પીવડાવ્યું. જ્યોતિ કહે છે કે છોકરી ખૂબ જ ઠંડી હતી, તેથી તેને ગરમ રાખવા માટે તેને લાંબા સમય સુધી તેની પાસે રાખી હતી. તેનાથી તેને રાહત મળી. થોડા સમય પછી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ બાળકીની હાલત સારી હોવાનું કહેવાય છે.