પટેલ પરિવારને કરોડોની જમીન નો ચાલતો હતો ડખો, માં મોગલની માનતા રાખી અને પછી…
ગુજરાતમાં અનેક જાણીતા મંદિરો છે પણ આ મંદિરોમાંથી એક કચ્છ જિલ્લાના કબરાઉ વિસ્તારમાં આવેલું છે જ્યાં માં મોગલનો વાસ છે. જો કોઈ ભક્ત આ મંદિર ની મુલાકાત લે અને ભગવાનમાં શ્રદ્ધા રાખી માનતા રાખે તો તેના કામ હમેશા પુરા થાય છે તેવું કહેવાય છે..
આ જ કારણ છે કે દરરોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. અહીં આવનાર દરેક ભક્તની પીડા માતા દુર કરે છે. માતાજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તે દરેક વ્યક્તિ પોતાની જાતને ધન્ય માને છે. કબરાઉ મોગલ્ધામ ના બાપુ મણિધર બાપુ ભક્તો સાથે વાત કરે છે અને ખુશ થઈ જાય છે.
જ્યારે પણ કોઈ ભક્ત માતાજીના શરણમાં આવે છે ત્યારે માતાજી તેને ચિંતાઓમાંથી મુક્ત કરી તેના કામ કરે છે તેવું કહેવાય છે. મોગલ માતાના દરબારમાં આવીને જો કોઈ ભક્ત જાપ કરે તો પણ તેની માનતા પૂરી થઈ હોય એવા દાખલાઓ છે અને વર્ષોથી અટકેલું કામ પણ માતાજીની કૃપાથી પૂરું થયું હોય તેવું પણ લોકો કહે છે.
અહીં આવનાર દરેક ભક્તને માતાજીમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. હાલમાં એક પટેલ પરિવાર તેમની જમીનની સમસ્યાથી પરેશાન હતો અને પરિવારને કઈ રસ્તો ન દેખાતા આખરે તતેઓ માતા મોગલ ના દર્શને આવ્યા અને તેમના ઘરમાં એક ચમત્કાર થયો અને થોડી જ કલાકોમાં તેમની જમીન પાછી આવી ગઈ.
બાદમાં તેઓ પોતાની માનતા પૂરી કરવા માતાજીના દરબારમાં કબરાઉ ધામ આવ્યા હતા અને દર્શન કરી મણિધર બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ મણિધર બાપા પાસે ગયા ત્યારે કહ્યું કે અમારી જમીનને લાગતું જે કામ હતું તે માં એ પૂરું કર્યું છે એટલે અમે માનતા પૂરી કરવા આવ્યા છીએ.
પટેલ પરિવારે બાપુને 21 હજાર રૂપિયા આપ્યા અને મણિધર બાપાએ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને પૈસા પરત આપી દીધા અને કહ્યું કે આ અપીસા દીકરીઓને આપજો. આ કામ તો માં મોગલે પૂરું કર્યું છે.