કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. એવાઅ કોરોનાના વધી રહેલા કહેરને જોતા આરોગ્ય મંત્રી દ્વારા લોકોને મહત્વપૂર્ણ સુચના આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી, સતર્કતા રાખવાની જરૂરીયાત છે. લોકો સાવચેતી રાખે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અનેક દેશોમાં કોરોનાની લહેર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર સતર્કતાથી પગલા ભરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓ દ્વારા સૌને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તેની સાથે મેળાળવડાના આયોજન બાબતમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળે અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરે.
તેની સાથે આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 9 કેસ સામે આવ્યા છે, જ્યારે 3 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. આ સિવાય અત્યાર સુધી 12,66,462 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 99.13 ટકા રહેલો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 એક્ટિવ કેસ રહેલા છે. જેમાંથી 33 સ્ટેબલ રહેલા છે. અત્યાર સુધીમાં 11043 લોકોના કોરોનામાં મોત નીપજ્યા છે. આજે અમદાવાદ શહેરમાં જ 9 કેસ સામે આવ્યા છે. જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.