નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ઈ-મેલ દ્વારા Mumbai પર હુમલાની ધમકી મળી છે. NIA દ્વારા મુંબઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાની ગણાવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને ધમકીના મેલની તપાસ શરૂ કરી છે.
પોતાને તાલિબાન ગણાવનાર આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તાલિબાનના વરિષ્ઠ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આ હુમલો થવાનો હતો. આ મેઈલ બાદ અન્ય એજન્સીઓ સાથે મુંબઈ પણ તપાસમાં લાગી ગયું છે. NIA તરફથી ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતના મહત્વના સ્થળોની સુરક્ષા પણ કડક કરી છે.