સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત, એક યુવકનો એ રીતે ભોગ લીધો કારણ જાણીને રૂવાટા ઉભા થઈ જશે..
Surat : સુરત શહેરથી શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. કેમ કે શ્વાનને લઈને એવા જ સમાચાર સામે આવ્યા છે. શ્વાન દ્વારા વધુ એક યુવાનનો જીવ ગયો હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, કલરકામ કરનાર યુવકનું અચાનક મોત નીપજ્યું હતું. જ્યારે હવે જાણકારી સામે આવી છે કે, આ યુવકને એક જ મહિનામાં બે વખત શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા. તેના લીધે તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેની તબિયત અચાનક બગડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ આ યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત રહેલો છે. સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેનાર રાજન નામનો યુવક કલરકામ કરી જીવન પસાર કરતો હતો. એવામાં ફેબ્રુઆરીમાં એક શ્વાન દ્વારા અચાનક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે તેને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં તેની સારવાર કરાવવામાં આવી હતી. એવામાં થોડા દિવસ બાદ ફરીથી યુવક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવો અને તેના લીધે તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો: આ રાજ્યમાં અચાનક વધ્યો કોરોનાનો ખતરો: મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક
શ્વાન દ્વારા ફરીથી યુવક પર હુમલો કરવામાં આવતા યુવકનો સંપૂર્ણ પગ કાળો થઈ ગયો હતો. ત્યાર બાદ તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના લીધે યુવકને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું હતું.
જયારે યુવકનું મોત શ્વાનના કરડવાથી થયું છે કે નહીં તે બાબતની જાણકારી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ ઘટનાની જાણ થતા જ તે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાર બાદ આજુબાજુમાં ફરી રહેલા શ્વાન અંગે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.