Corona updates : દેશના ઘણા રાજ્યોમાં કોવિડ-19 ના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) આજે કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસના નવા કેસોમાં લગભગ 80 ટકાનો વધારો થયો છે. Corona વાયરસના 2300 થી વધુ કેસ વધ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓ પણ ભાગ લેશે. મનસુખ માંડવિયાએ કોવિડ-19ની સ્થિતિ પર કહ્યું કે આપણે સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હાલમાં, દેશમાં ચાલી રહેલા ઓમિક્રોનના પેટા વેરિઅન્ટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં Corona વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે દેશમાં 2,994 કેસ મળી આવ્યા હતા, 2 એપ્રિલે 3,824 કેસ નોંધાયા હતા. બીજી તરફ, 3 એપ્રિલે 3,641 અને 4 એપ્રિલે 3038 કેસ નોંધાયા હતા. 5 એપ્રિલની વાત કરીએ તો આ દિવસે 4,435 કેસ નોંધાયા હતા. આ સાથે, હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.66 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ 102.74 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, લગભગ 95.20 કરોડ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, 22.72 કરોડથી વધુ લોકોને પ્રી-વેકેશન ડોઝ પણ મળ્યો છે.