સુરતમાં મેટાસ સ્કૂલની મનમાની! બાકી ફીને લઇ બાળકોને શાળામાંથી કાઢી મુકાયા

સુરતમાં મેટાસ સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાસ સ્કૂલમાં આઠ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. તેનું કારણ જાણીને તમે પણ ચકિત થઈ જશો. આ વિદ્યાર્થીઓ સ્કૂલની ફી ભરવા અસમર્થ રહેતા તેમને એલસી આપી દેવામાં આવ્યું હતું. આ મામલામાં શાળાની બહાર વાલીઓ દ્વારા સ્કૂલ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન વિદ્યાર્થીનીઓ રડી પણ રહી હતી. ABVP દ્વારા પણ આ બાબતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યકર્તાઓ દ્વારા આ બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. એલ.સી પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી છે.સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો દ્વારા 8 વિદ્યાર્થીઓને  એલસી  આપી દેવામાં આવ્યું હતું. ફી ન ભરવામાં અસમર્શાથ રહેતા શાળા દ્વારા વિદ્યાર્થીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. તેના લીધે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર ધરણા કર્યા હતા. જ્યારે બીજી તરફ ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ક્ષણાધિકારીને આવેદન આપી વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ અપાવવાની માંગણી કરવામાં આવી હતી.

 
જ્યારે બીજી તરફ ડીઈઓએ દ્વારા પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.  ABVP  દ્વારા  સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલને દંડ કરી તેની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
તેની સાથે શાળા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને લીધે વિદ્યાર્થીઓની આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થીનીઓએ રડતા રડતા જણાવ્યું હતું કે, અમે તો મસ્તી પણ કરી નથી, ફી બાકી છે તેમા અમને એલસી આપી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, આજે મેં સવારથી વિચાર્યુ હતું કે, હુ સ્કૂલે જઈશ પરંતુ તેનાથી કઈ આજે ઉલટું થયું હતું. એવામાં હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.