GujaratAhmedabad

રખડતા ઢોરને લઇને સૌથી મોટા સમાચાર, AMC એ જાહેર કરી નવી પોલીસી…

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ આપણે બધા જાણીએ જ તેના લીધે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. જ્યારે હવે બાબતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. તેના લીધે હવે રખડતા ઢોર પર અકુંશ લાવવામાં આવી શકશે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC દ્વારા નવી પોલીસ જાહેર કરવામાં આવી છે. આ નવી પોલીસના મુજબ, ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવી પડશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત કરવામાં આવ્યું છે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવી પડશે. જ્યારે એએસસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે. તેની સાથે લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ પણ લગાવવામાં આવ્યો છે જેમાં ત્રણ વર્ષની મુદતની જોગવાઈ પણ કરાઈ છે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ચુકવવા પડશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી તેને રિન્યુ કરાવવા પડશે.

AMC  દ્વારા જાહેર કરવામાં આવેલ નવી પોલીસી મુજબ પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓને પણ લાયસન્સ અને પરમીટ લેવા પડશે. પરંતુ તેઓને ફીમાંથી મુકતી મળી જશે. પોલીસી જાહેર થયાના બે મહિનામાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો લગાવવામાં નહીં આવે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યારબાદ 1000 ચાર્જ તરીકે ચુકવવા પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોરને ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

આ સિવાય પશુઓના ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ લેવાની જોગવાઈ કરાઈ છે. ઢોર દિઠ રૂપિયા 200 નું રજીસ્ટ્રશન કરાવવું ઓળ્સે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. હાલ એએમસી દ્વારા શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતમાં આવતીકાલના થનાર સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાવાર નિર્ણય લેવાશે.