મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ પરિવાર ની આઠ દીકરી ના લગ્ન નો ખર્ચ ઉઠાવવા માટે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપની ને લીધી આડેહાથ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરવામાં આવેલ જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન આજે પીડિત પક્ષ તરફથી સીબીઆઇ તપાસ ની ઉગ્ર માંગણી કરાઇ હતી.
તેની સાથે આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટની સહાય માટે નીમવામાં આવેલ બે તટસ્થ અને નિષ્પક્ષ વકીલ એવા કોર્ટ કમિશનર તરફથી પીડિતોને વ્યકિતગત રીતે મળીને તેમની સમસ્યા હતી તે સહિત ની જાણકારી સાથેનો અહેવાલ સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યારે આ દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી ની ખંડપીઠ દ્વારા ઓરેવા કંપની ને માર્મિક ટકોર કરતા કહેવામાં આવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અસર પામનાર 21 બાળકો રહેલા છે અને આઠ છોકરીઓ રહેલી છે તેના લીધે આઠ છોકરીઓ ના લગ્નનો ખર્ચ પણ કંપની દ્વારા જ ઉઠાવવામાં આવે.
તેની સાથે પીડિતો તરફથી કોર્ટ ને જણાવવામાં આવ્યું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલની તપાસમાં ગંભીરતા દેખાઈ રહી નથી. જેમાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિત ના કસૂરવાર લોકો સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જ્યારે તેમની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સાથે તેઓને આ કેસમાં આરોપી પણ બનાવવામાં આવ્યા નથી. ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સાચી હકીકતો સામે લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહેલ છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તે જરૂરી રહેલ છે.