સુરતમાં નિર્માણધીન બ્રીજ પર આ તો શું થયું….
સુરત શહેરના કામરેજ ખાતે ઉભેળ નામના ગામે નેશનલ હાઈવેના બ્રિજ ઉપરથી રોડ રોલર નીચે પટકાયું હતું. રોડ રોલર બ્રીજ ઉપરથી નીચે ઊંધુ પટકાતા રોડ રોલરના ઓપરેટરનો છુંદો બોલી ગયો હતા. અને ઓપરેટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, સુરત શહેરના કામરેજ ખાતેના ઉભેળ નામના ગામે નિર્માણધીન નેશનલ હાઇવેના બ્રીજ ઉપરથી રોડરોલર નીચે પટકાઈ જતા ઓપરેટરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર આવી પહોચ્યો હતો. રોડની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. તેમજ લોકો ભેગા થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
નોંધીનીય છે કે, આ અકસ્માતને કારણે રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ત્યાં તાત્કાલિક આવી પહોંચેલી પોલીસે ટ્રાફિકને દૂર કરીને રસ્તો સાફ કર્યો હતો. હાલ તો પોલકસે મૃતક રોડ રોલરના ઉપરેટરના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખેસડયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.