GujaratMorbiSaurashtra

મોરબીમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

રાજ્યમાં સતત યુપી-બિહાર જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આરોપીઓને જાણે કોઈનો પણ ખોફના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાએ વેગ પકડ્યો છે. એવામાં આજે મોરબીથી એવી જ એક ઘટના સામે આવી છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની વિદ્યાર્થિની પર વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા સગીરાનો પીછો કરવામાં આવ્યો અને ત્યાર બાદ તેને બહેન-ભત્રીજાની ઉપાડી જવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થિની દરરોજ શાળાએ અભ્યાસ કરવા માટે જતી હતી. ત્યારે શાળાની આજુબાજુ આરોપી બિલાલ માણેક આંટાફેરા મારતો રહેતો હતો. એટલું જ નહીં, તે વિદ્યાર્થિનીનો પીછો પણ કરતો રહેતો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીના ભોળપણનો ફાયદો ઉઠાવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિની ફરવા લઈ જવાનું કહી મોરબીના વીસીપરા વિસ્તારના એક રહેણાક મકાનમાં લઈને ચાલ્યો ગયો હતો.

આરોપી દ્વારા વિદ્યાર્થિનીને નાની બહેન અને ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારવાની ધમકી આપીને ઇમોશનલ રીતે બ્લેકમેઇલ કરીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતા વિદ્યાર્થિનીની માતા દ્વારા પોલીસ સ્ટેશનમાં આ બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.