AhmedabadGujarat

ડમી કાંડ મામલે પોલીસ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

રાજ્યમાં હાલ ડમી કાંડ કેસ ખૂબ ચર્ચામાં છે. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર નામ ન લેવાની શરતે 1 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લગાવ્યા પછી ભાવનગર પોલીસ આ મામલે સક્રિયતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા આ મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, તેમની પુછપરછ દરમિયાન યુવરાજે જણાવ્યું છે કે, તેમની પાસે કોઇ રાજકીય વ્યકતિઓ સામે કોઇ પુરાવા રહેલા નથી અને તેમના દ્વારા કેટલાક લોકોના કહેવા પર આ નામો આપ્યા હતા.

રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે, યુવરાજ સિંહની ડમી કેસ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા પહેલા કેટલાક નિવેદનો આપ્યા હતા અને આ નિવેદનોની બાબતમાં મીડિયા દ્વારા ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ નિવેદન અનુસાર, રાજકીય વ્યક્તિઓના નામો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે, પોતાને થ્રેટ છે અને મારી પાસે ઘણા બધા ભરતી કૌંભાડની જાણકારી રહેલી છે. તે બાબતમાં પણ યુવરાજની પુછપરછ કરાઈ હતી અને મે આ અગાઉ પણ જવાબ આપ્યો હતો કે, આ પ્રકારની કોઇ વસ્તુ રાજકીય વ્યક્તિ પર તેમની પાસે પુરાવા હોય તે બાબતની કોઇ પણ પ્રકારની રજૂઆત પોલીસ સમક્ષ તેમના દ્વારા કરવામાં આવી નથી.

જ્યારે આજે ફરીથી મે યુવરાજની પુછપરછ કરી અને તેમને પૂછ્યું કે, તમારી પાસે કોઇ એવા પુરાવા રહેલ છે કે તમે જે નામો લીધેલા છે રાજકિય વ્યક્તિઓ કે અન્ય વ્યક્તિના નામો આમા સામે હોય. તે સવાલમાં યુવરાજે મારી હાજરીમાં કહ્યું કે, મારી પાસે આવા કોઇ પુરાવા રહેલા નહીં. તેમની વધુ પુછપરછ કરતા જણાવ્યું કે, મે કેટલાક લોકોના કહેવા પર આ નામ આપ્યા હતા કેમકે મને ધરપકડ વિશે શંકા રહેલી હતી. સીઆરપીસી 160 નું સમન્સ બીજાને પણ મોકલવું જોઇએ પરંતુ મે સમજ આપી કે આ સમન્સ ચોક્કસ સંજોગોને આધીન રહેલ હોય છે. તેમણે જણાવ્યું કે, મારા મનમાં આવો ખ્યાલ છે પરંતુ મને કોઇ ધમકી આપવામાં આવી નથી.