Gold Price Today:વૈશ્વિક બજારોમાં કીમતી ધાતુના ભાવમાં ઘટાડા વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 345 ઘટીને રૂ. 60,065 પ્રતિ 10 ગ્રામ થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 675 ઘટીને રૂ. 74,400 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં હાજર સોના (Gold) ના ભાવ રૂ. 345 ઘટીને રૂ. 60,065 પ્રતિ 10 ગ્રામ થયા હતા.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને 1,982 ડોલર પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી પણ ઘટીને 24.95 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોમવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: પુસ્તક ખરીદવાના પૈસા નહોતા એટલે અખબારમાંથી તૈયારી કરી, ટ્રેનમાં IAS બનવાના સમાચાર મળ્યા
આ પણ વાંચો: 36 વર્ષ પછી મેષ રાશિમાં ગુરુ-રાહુની યુતિ, આ 7 રાશિઓને થશે ફાયદો