અમદાવાદની SVP હોસ્પિટલમાં આત્મહત્યા: ભાભીને પાણી લેવા મોકલી અને દર્દી 12મા માળેથી કુદી પડી
Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલી SVP હોસ્પિટલના 12મા માળેથી 25 વર્ષીય મહિલાએ કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતક બે માસથી સ્ત્રીરોગ અને કીડનીની બિમારીથી પીડિત હતા. સરખેજની અલીના શેખ શહેરની એસવીપી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા જતી હતી.
બુધવારે સવારે અલીના તેની ભાભી સાથે ડાયાલિસિસ માટે ગઈ હતી. તે હોસ્પિટલના 12મા માળે હતી. આ દરમિયાન એલીનાએ તેની ભાભીને પાણીની બોટલ ભરવા માટે મોકલી હતી અને તેણે નીચે કૂદીને જીવનનો અંત આણ્યો હતો.SVP હોસ્પિટલના CEO સૌરભ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના સરખેજમાં ફતેહવાડીમાં રહેતી અલીના શેખ ફેબ્રુઆરી મહિનાથી કિડની અને સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓથી પીડાતી હતી. બુધવારે અચાનક તેણે 12મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેણી ચોથા માળની છત પર પડી અને મૃત્યુ પામી.
આ પણ વાંચો: શું સુદાન લેબમાંથી રોગોનો બોમ્બ ફૂટશે? WHOએ કેમ કહી આટલી મોટી વાત, જાણો
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી. યુવતીના આપઘાત પાછળનું નક્કર કારણ જાણવા પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.