તાંત્રિક તેના પાડોશમાં રહેતી બાળકીને ઉઠાવીને ઘરમાં લઈ ગયો અને….
ભરૂચમાં 5 વર્ષની એક માસુમ બાળકીનું પડોશમાં જ વસવાટ કરતા તાંત્રિકે અપહરણ કરી લીધું હતું. અને તેને હવનકુંડ પાસે બેસાડી હતી. બાળકીની માતા જ્યારે બાળકીને શોડી રહી હતી ત્યારે તેને પાડોશી તાંત્રિકના ઘરમાંથી બાળકીની અવાજ આવતા જ માતા તાંત્રિકના ઘરે બાળકીને લેવા ગઈ હતી. ત્યારે તાંત્રિકે મહિલા સાથે ઝપાઝપી તેમજ છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરુચ જિલ્લાના તવરા ખાતે એક સોસાયટીમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય તાંત્રિક શિવદયાલ શ્રીવાસ્તવ નામનો તાંત્રિક શુક્રવારના રોજ તેના જ પાડોશમાં રહેતી એક બાળકીનું અપહરણ કરીને ઉપાડીને લઈ ગયો હતો. બાળકી ઘરમાં ના દેખાતા માતાએ માતા બાળકીને આમ તેમ શોધવા લાગી હતી. બાળકીની શોધખોળ દરમિયાન માતાને પાડોશી તાંત્રિકના ઘટમાંથી બાળકીનો અવાજ આવતો હતો. તેથી મહિલા ઘરના પાછળની બાજુ આવેલ દરવાજાથી તાંત્રિકના ઘરમાં ઘૂસી હતી.
ઉલ્લેખનીય છે કે, પાછળના દરવાજાથી તાંત્રિકના ઘરમાં ઘુસીને મહિલાએ જોયું કે તાંત્રિકે તેની બાળકીને હવનકુંડ પાસે જબરજસ્તીથી બેસાડી રાખી હતી. અને બાળકી ખૂબ જ ગભરાયેલી સ્થિતિમાં રડી રહી હતી. માતા પોતાની દીકરીને લેવા ગઈ તો તાંત્રિકે મહિલા સાથે ઝપાઝપી તેમજ છેડતી કરી હતી. ત્યારે મહિલાએ જોર જોરથી તાંત્રિકના ઘરનો દરવાજો ખખડાવીને આસપાસના લોકોને એકઠા કર્યા હતા.
તમને જણાવી દઈએ કે, મહિલાએ આ તાંત્રિક વિરુદ્ધ આ પહેલા પણ છેડતીનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તાંત્રિકની પૂછપરછ શરૂ કરી છે.