AhmedabadGujarat

12 સાયન્સમાં નાપાસ થતા ડિપ્રેશનમાં આવી ગયેલી વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું

પરીક્ષામાં રિઝલ્ટ ખરાબ આવવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. અને પછી ઘણી વખતે તેઓ ડિપ્રેશનમાં આવીને ના કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે આવું જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં એક વિદ્યાર્થિનીએ 12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કરી લીધો છે. હાલ તો વિદ્યાર્થિનીના મૃતદેહને પોલોસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે ખસેડાયો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વડસર વિસ્તાર ખાતે આવેલા પારૂલ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી 17 વર્ષની ઉંમરની જીગ્નિશા પટેલે ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થઈ જતા આ વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને બાદમાં તેણે પરિવારના સભ્યો જ્યારે ઘરે હાજર ન હતા ત્યારે તેણે આપઘાત કર્યો હતો. પોલીસે હાલ તો જીગ્નિશા પટેલના મૃતેદહને સયાજી હોસ્પિટલ મહાર્ટ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે. તેમજ આ મામલે પરિવારના સભ્યોની પૂછપરછ કરી છે. જો કે, વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કોઈ ચોકમસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પરિવારના જણાવ્યા અનુસાર, ધોરણ-12 સાયન્સનું મંગળવારે જાહેર પરિણામમાં તે ફેલ થઈ હતી. જેથી તેના કારણે જ તેણે આ પગલું ભર્યું હોય શકે છે.

તમને જણાવી દઈએ કે, આ સિવાય મંગળવારના રોજ પારડીની એક ધો.12ની વિદ્યાર્થિનીએ પણ વાપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું મંગળવારના સવારે 9 વાગ્યે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ફરી વખત નાપાસ થતા પરડીની યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. 17 વર્ષની ઉંમરની નેહા પટેલે આપઘાત કરી લેતા આજુબાજુના લોકો તરત જ દોડી ગયા હતા. અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ.માટે ખસેડાયો હતો. આમ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવતા અમુક વિદ્યાર્થીઓ આ ડિપ્રેશનમાં આવીને આ પ્રકારનું પગલુ ભરી લેતા હોય છે.