મોજ શોખ પુરા કરવા માટે રીક્ષા ચોરી કરનારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
મોજ શોખ દરેકના હોય છે. પરંતું અમુક લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખોટા કામ કરવા લાગતા હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં મોજ શોખ પુરા કરવા માટે બે શખ્સો શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ઓટો રીક્ષાની ચોરી તેમજ ચોરીની રીક્ષા ખરીદતા હતા. ત્યાડે બંને આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી 16 જેટલી રીક્ષા જપ્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જીદ જુદા વિસ્તારોમાંથી ઓટો રીક્ષા ચોરી કરનાર આરોપી શહેરના સરથાણા વિસ્તારના વાલક પાટિયા પાસેથી પસાર થવાના છે તેવી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ જગ્યા પર ખાસ નજર રાખીને સમીર ઉર્ફે સલીમ શેખ નામના એક ઇસમને ચોરી કરેલી એક ઓટો રીક્ષા સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી સમીર ઉર્ફે સલીમે ગુનો કબૂલાત જણાવ્યું કે તે ઓટો રીક્ષા ચોરી કરીને ભરૂચમાં વસવાટ કરતા સોએબ મલિકને વેચી દેતો હતો.
તમને જણાવી દઈએ કે, આરોપી સમીર ઉર્ફે સલીમે શોએબ મલિકનું નામ આપતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. આમ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 16 જેટલી રિક્ષાઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે સમીર તેના મોજ શોખ પુરા કરવા માટે આ કામ કરતો હતો.