ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં હત્યાના આરોપીને કોર્ટથી માત્ર 100 મીટરના અંતરમાં જ બે શખ્સોએ પતાવી દીધો

સુરત કોર્ટથી હત્યાની ઘટના સામે આવી છે. સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની જ હત્યા કરી દેવામાં આવી છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. કોર્ટ પરિસર ની માત્ર 100 મીટરના અંતરમાં આ હત્યા કરવામાં આવી હતી. સૂરજ યાદવ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી છે.
જેમાં જાણકારી સામે આવી છે કે,  સૂરજ યાદવ બાઈક ઉપર જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા બે શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. છરીના 10 થી વધુ ઘા ઝીંકી સૂરજ યાદવની હત્યા કરી નાખવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સૂરજ યાદવ નામના યુવક પર હુમલા બાદ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરજ પર રહેલા તબીબ દ્વારા સૂરજ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સૂરજના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. સૂરજના મોતથી પરિવારજનો માં દુઃખનું મોજુ ફરી વળ્યું છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેનાર સૂરજ યાદવ આજે કોર્ટમાં તારીખ ભરવા માટે આવ્યો હતો. ત્યારે સૂરજ યાદવની કોર્ટ પરિસર ના 100 મીટરના અંતરમાં જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. અજાણ્યા બે યુવક દ્વારા હુમલો કરવામાં આવતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. સૂરજ પર હુમલો કરી બે વ્યક્તિઓ નાસી ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા સૂરજને 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે.