Astrology

શનિદેવની એક ખરાબ દ્રષ્ટિ પણ જીવનમાં ભૂકંપ લાવી દે છે, શનિ જયંતિ પર કરો આ કામ

Shani Jayanti 2023 : દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાને શનિ જયંતિ (Shani Jayanti) તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન અને દેવી છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. આ વર્ષે શનિ જયંતિ 19 મે, 2023 ના રોજ આવી રહી છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ ભગવાન વ્યક્તિના સારા-ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તેના અનુસાર ફળ આપે છે.

શનિ જયંતિ (Shani Jayanti 2023) ના દિવસે શનિદેવની પૂજા અને મંત્રોનો પાઠ કરવાથી શુભ ફળ મળે છે. આટલું જ નહીં વ્યક્તિને શનિ દશાથી પણ રાહત મળે છે. શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે શનિદેવની કૃપા મેળવી શકો છો અને ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ શનિ જયંતિની તારીખ અને તે દિવસે કરવાના ઉપાયો વિશે.

શનિ જયંતિ તિથિ: જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યા ગુરુવાર, 18 મે 2023 ના રોજ સવારે 09:42 થી શરૂ થશે અને શુક્રવાર, 19 મે 2023 ના રોજ રાત્રે 09:22 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ 19 મે, 2023 ના રોજ છે, તેથી આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવશે.

આ પણ વાંચો: મેં મહિનામાં આ ગ્રહોનું રાશિ પરિવર્તન: ખૂબ જ શુભ યોગ બનશે, આ રાશિના લોકોને બમ્પર લાભ

શનિ જયંતીના દિવસે શનિદેવને આ રીતે પ્રસન્ન કરવા: શનિ જયંતિના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. આ પછી મનમાં શનિ મંત્રનો જાપ કરતી વખતે તેમની સાત વાર પ્રદક્ષિણા કરો. તેનાથી સાડાસાતીના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શનિ જયંતિના દિવસે શનિદેવના મંત્ર ‘ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’ નો જાપ કરવાથી વ્યક્તિ નિર્ભય રહે છે.

શનિ જયંતિના દિવસે સૂર્યોદય પહેલા પીપળના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા સાથે ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ. આ દિવસે પાણીમાં કાળા તલ મિક્સ કરીને ‘ઓમ નમઃ શિવાય’નો પાઠ કરો.શનિ જયંતિના દિવસે ગરીબોની મદદ કરવાથી, દાન કરવાથી દરેક સંકટ દૂર થાય છે.

આ પણ વાંચો: સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત