ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટમાં વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું કે ધરપકડ બાદ મારી સાથે આવું આવું થયું
Imran khan news pakistan today : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો ને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (imran khan) ને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરી દીધા છે અને તેમને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પોતાની હાજરી દરમિયાન ઈમરાન ખાને પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી તેમની ધરપકડ બાદ તેમની સાથે શું થયું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને (imran khan) પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કહ્યું હતું કે તેમનું કોર્ટમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે વોરંટ બતાવ્યા વગર મારી ધરપકડ કરવામાં આવી હતી અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ગુનેગાર સાથે પણ આવું થતું નથી. હાઈકોર્ટમાંથી ઝડપી લીધા બાદ મને પોલીસ લાઈન્સ અને અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યો હતો અને પછી NABને સોંપવામાં આવ્યો હતો. આ સાથે ઈમરાન ખાને કોર્ટને ઘરે જવાની વિનંતી કરી અને કહ્યું કે તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવે.
ઈમરાન ખાન (imran khan) ને મુક્ત કરવામાં આવ્યા છે જો કે તેઓ હજુ પોલીસ લાઈનના ગેસ્ટ હાઉસમાં છે. ઈમરાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સૂચના આપવામાં આવી છે. જો કે આ સમય દરમિયાન તે પોતાના પરિવારના સભ્યો અને ડોક્ટરને મળી શકશે. કોર્ટે ઈમરાનને તે લોકોની યાદી પણ માંગી છે જેને તે મળવા માંગે છે અથવા જે તેને મળવા માંગે છે.
આ પણ વાંચો: Mocha વાવાઝોડું ખતરનાક ચક્રવાતમાં ફેરવાય તેવી તૈયારી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
આ પહેલા દિવસે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ને એક કલાકની અંદર ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જે રીતે ધરપકડ કરવામાં આવી તે ખોટી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી ધરપકડથી ખોટો સંદેશ જશે. સુપ્રીમ કોર્ટે પાક રેન્જર્સની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે 100 થી વધુ રેન્જર્સ પરવાનગી વગર કોર્ટ પરિસરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે.