GujaratMehsanaNorth Gujarat

વયોવૃદ્ધ પાડોશીએ પાડોશમાં રહેતી માસુમ બાળકીઓને ઘરમાં બોલાવીને કર્યું ગંદુ કામ

આપણા દેશમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પરંતુ ઘણી વખત પાડોશી પણ સંબંધોને નેવે મૂકીને ના કરવાનું કામ કરતા હિય છે. આવું જ કંઈક પાટણમાં સામે આવ્યું છે. જ્યાં એક વયોવૃદ્ધ પાડોશીએ તેના પાડોશમાં રહેતી બે સગીર વયની બાળકીઓને ઘરમાં બોલાવીને તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે બાળકીઓના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરના એ ડીવીઝન વિસ્તાર ખાતે આવેલ બુકડી ચોકમાં વસવાટ કરતા એક પરિવારની બે બાળકીઓ સાથે તેમના જ પાડોશના ઘરમાં વસવાટ કરતા કનૈયાલાલ આચાર્યએ શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના ક્રમ જોકે તો બુકડી વિસ્તારમાં એક પરિવારની બે બાળકીઓને તેમન જ પાડોશમાં વસવાટ કરતા કનૈયાલાલ આચાર્ય બિસ્કિટ અને દૂધની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો. અને પછી આ વયોવૃદ્ધ હવસખોર કનૈયાલાલ આચાર્ય બંને બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો હતો. તેમજ બંને બાળકીઓને ધમકી આપતો કે જો આ વિશે કોઈને પણ જાણ કરી છે તો જાનથી મારી નાખીશ. તેથી બાળકીઓ ડર ના માર્યા કોઈને આ વાત કહેતી ન હતી.

નોંધનીય છે કે, છેલ્લા આઠ મહિનાથી કનૈયાલાલ આ રીતે જ બાળકીઓને સતત શારીરિક અડપલાં કરતો રહેતો હતો. ત્યારે બાળકીઓએ આખરે કંટાળીને થોફી હિંમત કરી અને તેમન માતા પિતાને આ વાતની જાણ કરી દીધી હતી. તેથી બળકીઓના પરિવારજનોએ આ સમગ્ર મામલે પાડોશી કનૈયાલાલ આચાર્ય વિરુદ્ધ પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ મામલે ગણતરીના કલાકોમાં આરોપી કનૈયાલાલની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.