GujaratSouth GujaratSurat

બાગેશ્વર બાબાને સુરતના હીરા વેપારીએ આપી ઓપન ચેલેન્જ, જાણો શું છે સમગ્ર મામલો?

બાગેશ્વર બાબા આગામી મહિને ગુજરાત આવી રહ્યા છે. 1 અને 2 જૂનના રોજ રાજકોટનાં રેસકોર્સમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. ત્યારે એ પહેલાં જ બાબાને લઈને એક પછી એક વિવાદ શરૂ થયા છે. આ બાબતમાં સુરતના હીરાના વેપારી જનક બાબરીયા દ્વારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે.

સુરતના હીરાના વેપારી જનક બાબરીયા દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ”હું બાબાને ચેલેન્જ આપી રહ્યો છુ કે, 26, 27 મે ના રોજ દરબાર ભરાવવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવી ચમત્કાર દેખાડવામાં આવે. હું સ્ટેજ પર 500 થી 700 કેરેટ હીરાનું પેકેટ લઈને આવીશ. તેમાં કેટલા નંગ હીરા રહેલા તે તેમને પરચા દ્વારા જણાવવામાં પડશે. જો તે આ કહી દેશે તો બાબાના ચરણો આ હીરાના પેકેટ અર્પણ કરીને ચાલી જઈશ.

તેમને વધુમાં જણાવ્યું છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં 26 અને 27 મેના દરબાર ભરાવવાનો છે. આ દરબારની અંદર ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરવામાં આવશે તેમનો એમ વિરોધ કરી રહ્યા છીએ. 26 અને 27 તારીખના અમારી ટીમ દ્વારા વિરોધ કરવામાં આવશે. અમે આ બાબતમાં સરકારને પત્ર પણ લખવાની છીએ. અમારા દ્વારા કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવામાં ન આવે તે માટે આવેદન પત્ર પણ આપીશું. તેના સિવાય સોમવારના રોજ સમગ્ર ગુજરાતમાં અમે આવેદન પત્રો પણ આપવાના છીએ.

ગુજરાતની પ્રજા દ્વારા અંધશ્રદ્ધા અને ચમત્કારોને સ્વીકારવામાં આવશે નહીં. ગુજરાતમાં અનેક બાબાઓ આવીને ગયા છે. આશારામનું નામ પણ ચર્ચામાં આવતા તેમને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા. ગુજરાતો દ્વારા બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકારવામાં આવ્યા છે. કેમકે આ સંતો દ્વારા કયારેય ‘દિવ્ય દરબાર’ ભરવાની જરૂરીયાત પડી નહોતી.