ભયાનક અકસ્માત : શાળાની હોસ્ટેલમાં આગ લાગતા 20 બાળકોના મોત
At least 19 die in school dormitory fire in Guyana
દક્ષિણ અમેરિકાના દેશ ગયાના (Guyana) માં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંની એક શાળાની છાત્રાલયમાં લાગેલી આગમાં ઓછામાં ઓછી 20 વિદ્યાર્થીનીઓનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. દક્ષિણ અમેરિકા મહાદ્વીપમાં સ્થિત દેશ ગુયાનાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે માહદિયા શહેરમાં એક માધ્યમિક શાળાની હોસ્ટેલમાં આગ ફાટી નીકળી હતી. આ શહેર રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 320 કિલોમીટર દૂર છે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગને કારણે ઘણી વિદ્યાર્થિનીઓનાં મોત નીપજ્યાં છે અને અન્ય ઘણી વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક વિદ્યાર્થિનીઓને એરલિફ્ટ કરીને રાજધાનીમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાના જણાવ્યા અનુસાર, રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે શાળાની હોસ્ટેલમાં આગ લાગી હતી. આ શાળામાં 12 થી 18 વર્ષના બાળકો અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોએ 2000 ની ચલણી નોટને લઈને લીધો સૌથી મોટો નિર્ણય
તેમણે કહ્યું કે આગ લાગવાના કારણનો અંદાજ લગાવવો હજુ વહેલો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે તેને બુઝાવવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો. શાળા સંપૂર્ણ નાશ પામી હતી. સ્થાનિક અખબાર સ્ટેબ્રોક ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે છોકરીઓના શયનગૃહમાં આગ ફાટી નીકળી હતી અને ખરાબ હવામાન સત્તાવાળાઓ માટે હવા દ્વારા આગને કાબૂમાં લાવવા માટે એક પડકાર બની ગયું હતું. વિપક્ષી સાંસદ નતાશા સિંહ-લુઈસે આ મામલાની વિસ્તૃત તપાસની માંગ કરી છે.