GujaratJamnagarSaurashtra

BJP નેતાના દીકરાએ જામનગરમાં વેપારીને ધમકાવ્યો, પોલીસે માર માર્યો….

જામનગર થી ભાજપના નેતાના દીકરાની દાદાગીરીની ઘટના સામે આવી છે. જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ના દીકરા દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરા દ્વારા જામનગરની બજારમાં વેપારીને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કુસુમ પંડ્યા ના દીકરા હર્ષિલ પંડ્યા દ્વારા વેપારીને ધમકી આપીને માર મારવામાં આવ્યો હતો.

તેમ છતાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો.  એવામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા પણ વેપારીને માર મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ ગયો છે. ત્યારે પોલીસ દ્વારા વેપારીને કેમ મારવામાં આવ્યો તેને લઈને સવાલો ઉભા થયા છે. ભાજપના નેતા દ્વારા આવું વર્તન કરવામાં આવતા તેને લઈને સવાલો ઉભા થયા છે.

તમને જણાવી દઈએ કે, જામનગરની મધ્યમાં ચોક બજાર હપ્તા ખોરી નું દુષણ રહેલ છે. ત્યારે આ ચોક બજારમાં જામનગર મહાનગર પાલિકામાં શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યા નો દીકરો હાથમાં ધોકો લઈને એક વેપારીને ધમકાવતો જોવા મળ્યો છે. જ્યારે આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ ગયો હતો. એવામાં આ ઘટનાના બે દિવસ પછી શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પીએસઆઈ દ્વારા વેપારીને માર મારવામાં આવતો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે આ બંને વિડીયો વાયરલ થતા જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.