ગુજરાતી ઉદ્યોગપતિના દીકરાએ ગૃહસ્થ જીવન ત્યાગીને સન્યાસનો માર્ગ અપનાવ્યો

ગુજરાતના ધનાઢ્ય ઉદ્યોગપતિના પુત્ર નિર્મલ જૈને માત્ર 24 વર્ષની ઉંમરે જ સમાજની દીક્ષા લઈને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. ધર્મની પ્રભાવનાને આગળ વધારવા માટે નિર્મલ જૈને ગૃહસ્થજીવન છોડીને દીક્ષા ગ્રહણ કરી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં જૈન સંત સુમતિ પ્રકાશના સાંનિધ્યમાં આયોજિત દીક્ષા સમારોહમાં નિર્મલ જૈને દીક્ષા લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, નિર્મલ જૈનની ગુરુવારના રોજ બેન્ડ બાજા સાથે શ્વેતાંબર મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા જૈન સ્થાનક પર જઈને સમાપન થઈ હતી. ગુજરાતના ઉદ્યોગપતિના પુત્ર સીએ નિર્મલ જૈને દેશ ધર્મની પ્રભાવનાને વધારવા માટે પોતાનું ગૃહસ્થ છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે.

નિર્મલ જૈને જણાવ્યું હતું કે, જણાવ્યું કે, સતત ધર્મગુરુઓના સત્સંગમાં રહેવાના કારણે મારા વિચારોમાં પણ બદલાવ આવ્યો હતો. અને એટલે જ પ્રભુના ચરણોમાં જીવનમે અર્પિત કરવાનું મેં નક્કી કર્યું છે. કેમ કે જીવનનો આધાર ભક્તિમાર્ગ જ છે. માટે જ હવે સંન્યાસ બનવાની રાહ પર મારે ચાલવુ છે. શરૂઆતમાં જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે આ માટે મારા પરિવારના સભ્યોને સમજાવવા મારા માટે બહુ જ મુશ્કેલ હતું. પરંતુ પછી પરિવારના લોકોએ મને સપોર્ટ કર્યો હતો. પરિવારની શુભેચ્છાના કારણે ક ધર્મમાર્ગને અપનાવવામાં મને સફળતા મળી છે.