
Suraj Bhuvaji News: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા યુગલ ધારા કડીવાર અને સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાજી (Suraj bhuvaji)છે. મૃતક મહિલા તેના પ્રેમીને જ પોતાની દુનિયા માનતી હતી, પરંતુ પ્રેમીએ પ્રેમીની દુનિયા ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હતો.પ્રેમી ભુવાજીએ પ્રેમીકા ધારાની હત્યાનું કાવતરું ઘડ્યું અને એક વર્ષ બાદ ઝોન 7 એલસીબીની ટીમે હત્યાનું કાવતરું ઘડનાર મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જાય છે તેવી ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ થાય છે અને એક વર્ષ બાદ 8 લોકોની ધરપકડ થઇ છે. જેમાં મુખ્ય આરોપી સૂરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકી (Suraj solanki) છે. સૂરજ સોલંકી માતાજીનો ભૂવો હોવાનો દાવો કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ છે.
યુવતીના ગુમ થયા બાદ એક વર્ષે સૂરજની ધરપકડ કરવામાં આવી છે.માતાજીના નામ નો ઉપયોગ કરી આવા કુકર્મ કરતો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ આવા કિસ્સા સામે આવી ચૂક્યાં છે. અંધશ્રદ્ધાના નામે કાળાકામ કરતા લોકોની સંખ્યા વધી રહી છે તે માનવું જ રહ્યું. અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરી ને પૈસા પડાવવાના કેસ પણ સામે આવતા હોય છે ત્યારે આ ભુવાએ તો પ્રેમિકાની હત્યા કરતા હવે લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.