ડીસાના થેરવાડામાં થોડા દિવસ પહેલા વિદેશ જાઉં છું તેમ કહીને મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બાદ તે પકડાઈ જતા તેના પિતા તેના વતનમાં પાછા લઈને આવ્યા હતા. જો કે અહીં આવ્યા બાદ થોડા દિવસ પછી પાછી તેની પુત્રી તેના પિતાના ઘરેથી રોકડ અને દાગીના ચોરીને તેના વિધર્મી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે તેના પિતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની દીકરી અને વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના થેરવાડામાં ગામમાં ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ચૌધરીની દીકરી ડભોઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ઈશ્વરભાઈ ચૌધરીની દીકરી પોલીસ કોન્સ્ટેબલ 16 જાન્યુઆરી 2023 ના રોજ ગુમ થઈ ગઈ હોવાની જાણ થઇ હતી.
જેમની આ દીકરી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના અભિપુરા ગામનો સદ્દામ સિકંદર ગરાસીયા સાથે ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તેને શોધી કાઢી હતી બાદમાં તેને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમના પરિવાર વાળા તેને તેમના વતન થેરવાડામાં લઈને આવી ગયા હતા.
જો કે થોડા દિવસ બાદ દીકરી મણીબેન ફરી ઘરમાંથી ગુમ થઇ જતા તેના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. જો કે એક માસ બાદ તેના પિતાને ઘરમાં પૈસાની જરૂર પડતા ઘરમાં રાખેલ 12 હજાર રૂપિયા રોકડા અને 25 હજાર રૂપિયાની કિંમતની સોનાની બુટી ગુમ થઇ ગઈ હતી. અને આ ઘરમાં રાખેલ તિજોરીનીના લોકરની ચાવી પણ તેની દીકરી મણીબેનના પાસે જ રહેતી હતી. ત્યારે તેની દીકરી આ કુલ 37 હજાર રૂપિયાની ચોરી કરીને ઘરેથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે હાલમાં આ સમગ્ર મામલે તેના પિતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની દીકરી અને તેના પ્રેમી સદ્દામ ગરાસીયા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.